Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જામનગર જિલ્લા કાક્ષની રોજગાર ભરતી મેળામાં યુવાનો ઉમટી પડ્યા

ઉદ્યોગો દ્વારા સ્થાનિક લોકોને જ રોજગારી પણ અપાશે

જામનગર તા. ૨૭ :  દરેક હાથને કામ એટલે કે સર્વેને રોજગારીનો સંકલ્પ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે. જેને સાર્થક કરવા આજરોજ જામનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી તથા આઈ.ટી.આઈ જામનગરના સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર  ગુજરાત સરકારના કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રોજગાર મેળામાં નિર્માણ પામેલી કુલ ૨૦૭૦ રોજગારીની તકો  તેમજ ૧૫૫ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વિવિધ નોકરીદાતાઓ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવશે.

આ તકે મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રો એનાયત કરાયા હતા અને યુવાધનની લાગણીઓને સમયસર વાચા મળે તે પ્રકારની રાજ્ય સરકારની પ્રયત્નશીલતાપ્રસંકલ્પને પ્રદર્શિત કરતા ગુજરાત સરકારના કૃષિ અને ગ્રામ વિકાસ તેમજ વાહનપ્રવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ એ ભારત માતા કી જયના ઉદઘોષ સાથે ગુજરાતના યુવાનોને કૌશલ્ય વિકાસ અને તેના વ્યવસાયકારો, મૂડીરોકાણકારોને કૌશલ્યપ્રતાલીમ પામેલ યુવાનોને રોજગારીની તકો આપવા બદલ અભિનંદન આપ્યા હતા. દરેક જિલ્લા ક્ષેત્રે તેના સ્થાનિક વ્યવસાયો પણ આગળ વધે, પોતાના યુનિટો ચલાવી સ્થાનિક તાલીમ પામેલા યુવાનોને રોજગાર આપે તેવી મહેચ્છા દર્શાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિશ્વને આકર્ષી શકે, વિશ્વને સમજાવી શકે તેવી નવી કૌશલયુકત પેઢીનું નિર્માણ થાય તો ભારત દેશના વિકાસ ને કોઈ રોકી શકે નહીં.

યુવાનોને સ્વરોજગાર અને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવાના અવસર પર જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમએ કહ્યું હતું કે, સ્થાનિક ઉદ્યોગો દ્વારા વધુને વધુ સ્થાનિક લોકોને રોજગારી મળે અને ઉદ્યોગોને પણ બુસ્ટ મળે તેવા પગલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતને ભારતના આર્થિક વિકાસનું એક બુસ્ટર એન્જિન ગણાવી જામનગરના કલેકટરશ્રી રવિશંકરે રોજગારી માટેના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસો તેમજ તેની અનેક યોજનાઓનો કાર્યક્રમમાં પરિચય આપ્યો હતો

આ કાર્યક્રમમાં જામનગરના મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખદિપેન્દ્રસિંહ જાડેજા, ફેકટરી એસોસિએશનના પ્રમુખ, જામનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી સતીશ પટેલ, અધિક નિવાસી કલેકટર તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડી.વાય.એસ.પી.શ્રી સૈયદ, જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ સોલંકી તથા જામનગરના ઉદ્યોગકારો અને બહોળી સંખ્યામાં રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.

 જિલ્લાના ખેડૂતોને બાગાયતી પાકોમાં સહાય માટે

જામનગર : જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે, ચાલુ વર્ષે બાગાયતી પાકો જેવા કે નાળિયેરી, આંબા, ચીકુ, દાડમ, જામફળ, આંબળા, મોસંબી અને બોરના વાવેતર માટે કલમ/ ટીસ્યુકલ્ચર રોપાના પાકવાર નિયત કરવામાં આવેલ ખરીદીપ્રખર્ચના ૯૦% સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૦ સુધી  ઓનલાઈન આઇપ્રખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી, અરજીની પ્રીન્ટ નકલ, ૭પ્ર૧૨,૮પ્રઅ, જાતિના દાખલા (અનુસૂચિત જાતિ માટે),આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતા ની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી જિલ્લા સેવા સદનપ્ર૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં.૦૨૮૮પ્ર૨૫૭૧૫૬૫ ઉપર પહોચાડવી

(11:43 am IST)