Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હળવદના ચરાડવા તથા ધ્રોલના જાયવા-ગ્રામ્ય વિસ્તારોમાં ૩ ઇંચ વરસાદ

રાજકોટ તા.૨૭: ગઇકાલે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા તથા ગ્રામ્ય વિસ્તારોમાં કાલે સાંજથી આજે સવાર સુધીમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

જયારે ધ્રોલ તાલુકાના જાયવા અને ગ્રામ્ય વિસ્તારોમા પણ ર થી ૩ ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ.

(11:39 am IST)