Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

એક સમયે સેંકડો લોકોની અવર જવર રહેતી તે

દામનગરની જુની કચેરી કંપાઉન્ડ રેઢું પડ રહેતા ખંઢેર બને તે પહેલા જાળવણી જરૂરી

ત્યાં બેસતી કચેરીનું સ્થળાંતર થતાં હવે બિલ્ડીંગ ખાલી છે : કંપાઉન્ડમાં કુતરા- ભુંડનો ત્રાસ મેદાનમાં લોકો કચરો ઠાલવે છે : ઐતિહાસિક બિલ્ડીંગને જાળવવા ખાનગી સંસ્થાને પણ સોંપી શકાય

(વિમલ ઠાકર દ્વાર)દામનગર,તા.૨૭: દામનગર અમલદારો અને અરજદારોની ચહલ પહલ થી ધમધમતા જુનુ કચેરી કમ્પાઉન્ડમાં અતિ મહત્વના દફ્તરો પર શ્વાન અને ભૂંડનો કબજો રેવન્યુ રેકર્ડના અસંખ્ય પોટલા દફતર બંધન રેઢા સરકારી કચેરી કમ્પાઉન્ડ માંથી પોલીસ સ્ટેશન પંચાયત રેવન્યુ સહિતની કચેરીઓનું સ્થળાંતરથી કચેરી કમ્પાઉન્ડ રેઢું  પડ ભીસી રહ્યું છે.સરકારી દફતર બંધનો પર શ્વાન ભૂંડનો કબજો દરવાજા વગર ખુલ્લી કચેરીઓ માંથી ટેબલો ખુરશીઓ પલંગો સહિત રેકર્ડના દ્યોડા કબાટ પંખા ઓ સહિત કિંમતી સિલ્કી સમાન પગ કરી રહ્યું છે પોલીસે ચોરીના ગુના ઓ માં કબજે કરેલ સમાન પણ ગાયબ ભવ્ય ભૂતકાળ ધરાવતી સરકારી કચેરી કમ્પાઉન્ડ માં શહેરભર નો કચરો ઠલવાય રહ્યો છે

આર એન્ડ બી ને હવાલથી આ મિલ્કત પાલિકા તંત્ર અથવા ખાનગી સંસ્થા ને આપી દેવાય તો શહેરની વચ્ચે સુંદર બગીચો ઉધાન કે સાંસ્કૃતિક સામાજિક ઉપયોગ થઈ શકે તેમ છે આ મિલ્કત હજારો ફૂટનું મેદન ઉપરાંત સુંદર એન્ટીક બાંધકામ ઐતિહાસિક ધરોહરને ખાલી સમાર કામ કરીને પણ બચાવી શકાય તેમ છે

દામનગર શહેરની ખાનગી સંસ્થાઓને આ મિલ્કત આપી શહેરીજનોના આવતા ભવિષ્ય માટે રમત ગમત માટે સ્પોર્ટ કબલ પણ બનાવવા શહેર માંથી અનેક દાતાઓ એ તૈયારી દર્શાવી છે ત્યારે સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ સહિતમાં પણ મિલ્કત અંગે માંગ માટે રજુઆત થયેલી હતી પણ ત્યાંથી આગળ કાર્યવાહી થયેલ નથી.

જૂની મામલતદાર કચેરીના દફતર બંધનોના રેકર્ડ પર શ્વાન અને ભૂંડ નું રહેણાંક મહત્વના દફ્તરો રેકર્ડ રૂમોના દરવાજા વગર રેઢું પડ અનેક કિંમતી સિલ્કી સમાન ગાયબ રેઢું રેકર્ડ ઉપદ્રવનો અડો બન્યું ત્યારે સરકાર ના ઉચ્ચ અધિકારી શ્રી સ્થળ વિઝીટ કરી જાયજો મેળવે તે જરૂરી છે. તેવું લોકોમાં અચાઇ રહ્યું છે.

જુના કચેરી કપમાઉ ન્ડ માં ભારે ચહલ પહલ વચ્ચે ડેપ્યુટી ઓફ પોલીસ.રેવન્યુ .જયૂડી કોર્ટ .તિજોરી. પંચાયત .સીટી સર્વે.હોમગાર્ડ કચેરી ઓ કર્મચારી ઓ ના કવાર્ટર. સહિતની કચેરીઓથી ધમધમતું કચેરી કપમાઉન્ડનો ભવ્ય ભૂતકાળ આજે ભારે ઉપદ્રવનો અડો બન્યું છે

પોલીસ રેવન્યુ સહિત કચેરીઓ માંથી દલાતરવાડીની માફક કિંમતી સરસમાન ગાયબ થઈ રહ્યો છે ત્યારે ઉચ્ચ સરકારી અધિકારીએ રાજકીય આગેવાનોએ શહેરનસ ઐતિહાસીક બિલ્ડીંગને બચાવી યોગ્ય વિકાસ કબવા લોક લાગણી પ્રવર્ણી રહી છે.

(11:39 am IST)