Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મોડપર-૪, જાલીયાદેવાણી-૩, પીપરટોળામાં અઢી ઇંચ વરસાદ

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન : સર્વત્ર પાણી..પાણી

જામનગર, તા. ર૭ : જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘારાજાએ સટાસટી બોલાવી છે. લાલપુરના મોડપરમાં ૪ ઇંચ, જાલીયાદેવાણીમાં ૩ ઇંચ, પીપર ટોળીમાં અઢી ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાના વસઇ-લાખાબાવળ, ધુતારપરમાં હળવા-ભારે ઝાપટા, મોટી બાણુગર-ફલ્લામાં ૧ ઇંચ, જામવંથલી-અલીયાબાડામાં ર ઇંચ અને દરેડમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે જોડીયાનાં હડીયાણામાં ઝાપટા ધ્રોલનાં લતીપરમાં પણ હળવા ઝાપટા પડયા છે. જયારે લૈયારામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત કાલાવડનાં નિકાવા, ભલસાણ બેરજા, મોટા વડાળામાં ર ઇંચ, નવાગામ, મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જામજોધપુરનાં સમાણા, વાંસજાલીયા, ધુનડામાં ૧ ઇંચ, શેઠવડાળા, જામવાડી, પરડવામાં હળવા ભારે ઝાપટા પડયા છે.લાલપુર તાલુકાના પડાણામાં અડધો ઇંચ, ભણગોરમાં ઝાપટા, મોટા ખડબા અને કબાસંગમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

(11:39 am IST)