Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

માળીયા મિયાણાની સરવડ ગામે શ્રેષ્ઠ/ કામગીરી બદલ સરપંચોનું સન્માન

માળીયા મિંયાણા,તા.૨૭: માળીયા મિંયાણા તાલુકા ત્રણ ગામોમા શ્રેષ્ટ કામગીરી બદલ શિલ્ડ આપવામા આવ્યુ અને તમામ ગામના સરપંચોનુ સન્માન કરવામા આવ્યુ હતુ

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સરવડ ગામ પાસે સતેશ્રર મહાદેવના મંદિરના પટાંગણમા ભવ્ય સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો આ સન્માન સમારોહમા સારી કામગીરી કરવા બદલ ખાખરેચી જુના દેરાળા અને જાજાસર ગામના સરપંચશ્રીઓનુ મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશમેરજા તાલુકા વિકાસ અધિકારી હાર્દિકભાઈ મામલતદાર નિનામા અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા તેમજ માળીયા તાલુકાના અન્ય તમામ સરપંચોને શુભેચ્છા સાથે સન્માનિત કરવામા આવ્યા હતા

તમામ સરપંચશ્રીઓ પ્રજાલક્ષી સેવાકીય કાર્ય કરી રોડ રસ્તા પાણી તેમજ સરકારી યોજનામાંથી લાભ અપાવી સારી કામગીરી કરે તેવી તમામે શુભેચ્છા પાઠવી હતી.

(11:38 am IST)