Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગોંડલમાં 'હિટ એન્ડ રન'માં ઘાયલ અઝીઝભાઇ ફોટનું રાજકોટમાં મોત

ઘરેથી સામેના રોડ પર ચા પીવા જતી વખતે ૨૩મીએ બાઇકચાલકે ઉલાળ્યા'તા

રાજકોટ તા. ૨૭: ગોંડલમાં ચાર દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા મુસ્લિમ પ્રોૈઢનું સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલમાં ઘોઘાવદર રોડ પર વાલ્મિકીવાસમાં રહેતાં અઝીઝભાઇ હાસમભાઇ ફોગ (ઉ.૫૫) તા. ૨૩ના સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરની સામેના રોડ પર ચા પીવા માટે હોટેલ તરફ ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે એક બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં હાસમભાઇને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ગોંડલ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર અઝીઝભાઇ બે ભાઇમાં મોટા હતાં અને છુટક કલીનર તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો.

(11:37 am IST)