Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કોટડાસાંગાણી-૪, તાલાલા-૩, લોધીકા-સુત્રાપાડા-ઉના-લાલપુર-ભેંસાણમા ૨ ઇંચ વરસાદઃ ધ્રોલ-પડધરી વચ્ચે રાત્રે તોફાની મેઘ તાંડવ

મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો અને નવરાત્રી રાસ-ગરબાના આયોજકોની પ્રાર્થના

રાજકોટ તા.૨૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મેઘાવી માહોલ જામ્યો છે અને કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે કાલે સાંજના ૪ વાગ્યાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ગાજવીજ સાથે મેઘસવારી આવી પડી હતી. અને રાત્રીના ગાજવીજ સાથે રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીમા દે ધનાધન ૪ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે નદી નાળા,ડેમ,તળાવોમા નવા નીર આવ્યા હતા. અને નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

જયારે રાજકોટ-જામનગર હાઇ-વે ઉપર ધ્રોલ-પડધરી વચ્ચે રાત્રે તોફાની મેઘતાંડવ સર્જાયુ હતુ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાત્રે ૧૦-૩૦ વાગ્યે રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ અને પડધરી વચ્ચે આભ ફાટ્યું હોય તેવો ભયાનક અનરાધાર વરસાદ ચાલુ થયો હતો અને ૫ થી ૧૦ ફુટ દૂર કઇ દેખાતુ નહતુ નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. આકાશમાં ભય લાગે તેવા વીજળીના ચમકારા થતા હતા.

આ ઉપરાંત ગીર સોમાથ જીલ્લાના તાલાલામા ૩, લોધીકા,સુત્રાપાડા, ઉના, લાલપુર, ભેંસાણમા ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘરાજાએ મહેર કરતા હવે ખેડૂતો અને નવરાત્રીના રાસ-ગરબાના આયોજકોમા ચિંતા પ્રસરી છે.

કોટડાસાંગાણી

રાજકોટઃ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થઇ હતી જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં ૪ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો જયારે ગોંડલ પંથકમાં ધોધમાર બે ઇંચ પડ્યો હતો રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં અડધો ઇંચથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો જિલ્લામાં સૌથી વધુ કોટડાસાંગાણી પંથકમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકયો હતો.

ગોંડલ શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ગોંડલના મોવિયા,શ્રીનાથગઢ, વાસાવડ, સહિતના ગામોમાં બે ઇંચથી લઇને અઢી ઇચ વરસાદ તેમજ અનીડા ભાલોડી,કોલીથડ, હડમતાળા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેતપુર એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો અને ધોરાજીમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો હતો.

રાજકોટના કોટડાસાંગાણી, ગોંડલ, વિરપુર, જેતપુર,ધોરાજી સહિતના પંથકના ઘણાં વિસ્તારમાં હજુ પણ રાત્રે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે સતત પડી રહેલા વરસાદને લઇને આગોતરા કપાસ,મગફળી સહિતના પાકોમાં નુકસાન.થવાની ભીતિ સેવાઇ રહી છે.

ભાવનગર

ભાવનગરઃ શહેરમાં આજે વહેલી સવારે તોફાની પવન સાથે વરસાદ તુટી પડયો હતો. શહેરમાં અર્ધો ઇંચ વરસાદ પડી ગયો હતો. શહેરમાં ભારે પવન સાથે વરસાદ થતા અને મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. જીલ્લામાં પણ અર્ધાથી પોણો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર જીલ્લામાં આજે વહેલી સવારના ૩.૪૫ કલાકે વરસાદ શરૂ થયો હતો.

આજે વહેલી સવારે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો અને અર્ધો ઇંચથી વધુ વરસાદ પડયો હતો. વરસાદની સાથે શહેરનાં મોટાભાગમાં વિસ્તારોમાં લાઇટ બંધ થઇ ગઇ હતી.

અમરેલી

અમરેલીઃ જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘસવારી યથાવત છે સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસતા ભમોદ્રા ગામની વેકરિયો નદીમાં પૂર આવ્યંુ હતું.

અમરેલીના કુકવાવમાં પણ ધોધમાર વરસાદ વરસતા શહેરમાં પાણીની રેલમછેલ થઇ હતી રસ્તોમાં પાણી ફરી વળ્યાં હતા અમરેલીના વડેરામાં મુશળધાર વરસાદ પડતા વડેરા ગામની શેરીઓ પાણીથી તરબતર થી હતી જોકે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની ખેડૂતો ચિંતિત બન્યા છે.

ટંકારા

ટંકારાઃ ટંકારામાં ગતરાત્રીના ૯.૪૫ થી વરસાદ શરૂ થયેલ અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડેલ ૪૦મીમી વરસાદ પડેલ છે.

મોસમનો વરસાદ ૧૦૩૨ મીમી નોંધાયેલ છે.

આટકોટ

આટકોટઃ ગઇરાત્રે ધોધમાર વરસાદ પડયો હતો એક કલાકમાં એક ઇંચ જેટલો પડી ગયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં અડધો જેટલો ઇંચ જેટલો પડયો હતો. ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો માર્ગોપર પાણી ફરી વળ્યા હતા આખો દિવસ ગરમી રહ્યા બાદ રાત્રે ૮ અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં થોડાક અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો આજે સવારથી પણ ધીમીધારે વરસાદ ચાલુ થયો છે.

જામકંડોરણા

જામકંડોરણાઃ જામકંડોરણામાં ગત રાત્રીના ધીમી ધારે ૧૧ મીમી વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૭૦૫ મીમી થયેલ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમા પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

ઉપલેટા

૩ મીમી

કોટડાસાંગાણી

૯૮ મીમી

ગોંડલ

૩૬ મીમી

જેતપુર

૩૦ મીમી

જસદણ

૧૫ મીમી

જામકંડોરણા

૧૧ મીમી

ધોરાજી

૧૦ મીમી

પડધરી

૭ મીમી

રાજકોટ

૧૦ મીમી

લોધીકા

૫૭ મીમી

વિંછીયા

૯ મીમી

ગીર સોમનાથ

વેરાવળ

૧૦ મીમી

સુત્રાપાડા

૫૭ મીમી

ઉના

૫૪ મીમી

કોડીનાર

૧૫ મીમી

ગીરગઢડા

૧ મીમી

તાલાલા

૭૨ મીમી

મોરબી

મોરબી

૨૯ મીમી

હળવદ

૨૫ મીમી

વાંકાનેર

૨ મીમી

માળીયામિંયાણા

૨ મીમી

બોટાદ

બરવાળા

૧૫ મીમી

ગઢડા

૪૦ મીમી

ગઢડા

૧૫ મીમી

બોટાદ

૬ મીમી

કચ્છ

અંજાર

૬ મીમી

માંડવી

૪ મીમી

લખપત

૬ મીમી

અમરેલી

રાજુલા

૨ મીમી

લીલીયા

૩ મીમી

અમરેલી

૧૬ મીમી

ખાંભા

૫ મીમી

જાફરાબાદ

૫ મીમી

ધારી

૬ મીમી

બાબરા

૩૨ મીમી

વડિયા

૧૨ મીમી

સાવરકુંડલા

૩ મીમી

પોરબંદર

પોરબંદર

૨૬ મીમી

રાણાવાવ

૪ મીમી

કુતિયાણા

૩ મીમી

સુરેન્દ્રનગર

પાટડી

૧૨ મીમી

થાનગઢ

૧૧ મીમી

મુળી

૫ મીમી

જામનગર

જામનગર

૧૪ મીમી

કાલાવડ

૩૯ મીમી

લાલપુર

૪૭ મીમી

જામજોધપુર

૩ મીમી

ધ્રોલ

૧૩ મીમી

જોડિયા

૧૦ મીમી

જુનાગઢ

કેશોદ

૫૧ મીમી

જુનાગઢ

૧૪ મીમી

ભેંસાણ

૫૧ મીમી

મેંદરડા

૨૯ મીમી

માંગરોળ

૨ મીમી

માણાવદર

૧૧ મીમી

માળીયાહાટીના

૧૭ મીમી

વંથલી

૨૦ મીમી

વિસાવદર

૧૫ મીમી

ભાવનગર

ઉમરાળા

૧૨ મીમી

ગારીયાધાર

૨ મીમી

ઘોઘા

૬ મીમી

જેશર

૧૮ મીમી

તળાજા

૮ મીમી

પાલીતાણા

૨૪ મીમી

ભાવનગર

૧૭ મીમી

મહુવા

૨૪ મીમી

વલ્લભીપુર

૬ મીમી

શિહોર

૧૬ મીમી

(11:33 am IST)