Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઉનામાં ર કલાકમાં ૩ ઇંચઃ સીંધવડા ડેમના ર દરવાજા ખોલ્યા

ગઇકાલે સાંજે ઉના અને ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદઃ તાલુકામાં સરેરાશ એકથી ત્રણ ઇંચઃ સવારે પોરો ખાતા મેઘરાજા

ઉના તા.ર૭ :  અહીં ગઇકાલે સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસી પડતા ઉનામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચ થયેલ છે. ઉના અનેગીરગઢડા પંથકમાં ગઇકાલે સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

જામવાડા પાસે સીંધવડા ડેમના ર દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં આજે સવારે મેઘરાજાએ પોરો ખાધો છ.ે

ઉનાના ખાપટ વડવિયાળા, જુડ વડલી જરગળી, ખીલાવડ, ઇંટવાડા, કોણ, ગઢડા, તેમજ ગીરગઢડા નજીક ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વરસાદ વરસ્યો હતો.ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ એક થી ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.

ઉના અને ગીરગઢડા તાલુકામાં તમામ નદી નાળા, છલોછલ થઇ ગયેલ છે.

(11:29 am IST)