Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જામનગર સીટી સી ડિવિઝનના પીએસઆઇ, પીઆઇ સહીત પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરતા એસપી : પોલીસબેડામાં ખળભળાટ

એલસીબીએ મહાદેવનગરમાં જુગારધામ પર દરોડો કરીને સાત શકુનિઓને ઝડપ્યા હતા : સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા એસપીની કાર્યવાહી

 

જામનગર સીટી સી ડિવિઝનના પીએસઆઇ,પીઆઇ સહીત સહીત પાંચ પોલીસકર્મીને એસપીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે જામનગર એલસીબીએ સીટી સી ડીવીઝન વિસ્તાર હેઠળ આવેલા મહાદેવનગરમા કિશોરભાઈ કોળીના મકાને ચાલતા જુગારધામ પર દરોડો કરીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા જયારે સાત ફરાર થઇ ગયા હતા,   રેઇડ થી સીટી સી ડીવીઝન પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય બેદરકારીને કારણે જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા એક પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહીત પાંચ સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં જામનગરના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે,

દરોડો કરવામાં આવ્યો ત્યારે સી ડિવીજન પોલીસ શંકાના દાયરામાં આવી હતી  મોટા જુગારધામ અંગે સ્થાનિક પોલીસ અજાણ હોવાનું માનવામાં આવે તેમ નહોતું  જુગારધામ પર એલસીબીએ રેઇડ કરીને રોકડા ,૧૯,૪૦૦ અને લાખના મુદ્દામાલ સહીત .૧૯.૪૦૦ ના મુદામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે સાત ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા

  સ્થાનિક પોલીસની બેદરકારી નિષ્ક્રિયતા ને જોતા એસપી દ્વારા સીટી સી ડીવીઝન ના પોલીસ ઇન્સ્પેક્ટર જી.પી.પરમાર, ખોડીયાર કોલોની ચોકી પી.એસ.આઈ આર.એમ.મકવાણા ખોડીયાર કોલોની જમાદાર અશોકભાઈ સિંહલ, ડી સ્ટાફ જમાદાર અબ્દુલરજાકભાઈ, અને ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા ને સસ્પેન્ડ કરવાનો હુકમ મોડીસાંજે કરવામાં આવ્યો છે.આમ એલસીબી ની રેડના રેલાએ જામનગર પોલીસબેડામાં ચકચાર મચાવી દીધી છે.

(9:41 pm IST)