Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સાંજે વડીયામાં ધોધમાર વરસાદ : સુરવો ડેમના ટાવર પર વીજળી પડતા તમામ સાધનો બળીને ખાખ

વાયરલેસ પર વાત કરતા ડેમના અધિકારીને વીજળી પડતા કાનમાં ધાક પડી ગઈ

અમરેલીના વડીયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સાંજે વડિયામાંભારે પવન સાથે ગાજવીજ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો વડિયા સુરવો ડેમ પર વિજળી પડતા તમામ ઈલેક્ટ્રોનિક સાધનો બળી ગયા હતા

  રાત્રે આઠ વાગ્યે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં વડિયાના સુરવો ડેમના ટાવર પર વિજળી પડી વિજળી પડતા જ તમામ સાધનો બળી ગયા હતા  વડિયા સુરવો ડેમના અધીકાર વાયલેસ પર વાત કરતા વિજળી પડી કાનમાં ધાક પડિ ગયેલ હતી

  વડિયા ઉપ સરપંચ છગનભાઈ ઢોલરીયા સહીતના આગેવાનો વડિયા સુરવો ડેમે દોડી ગયેલ વડિયા પીજી વીસી એલ ની ટીમ તાત્કાલિક વડિયા સુરવો ડેમ ખાતે દોડી આવેલ  હતા

(9:30 pm IST)