Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

વેરાવળના 80 ફૂટના રેલવે ફાટકથી પરેશાન લોકોએ બે કલાક સુધી ફાટક બંધ કરાવ્યું :હળવો લાઠીચાર્જ

લોકોએ રેલવેટ્રેક પર બેસીને કર્યો વિરોધ :વારંવાર ફાટક બંધ કરતા લોકોને મુશ્કેલી

વેરાવળના 80 ફૂટ રોડ પર  રેલવે ફાટકને કારણે પરેશાન આસપાસના લોકોએ છેલ્લા 2 કલાકથી બંધ કરાવી દીધુ છે. વારંવાર ફાટક બંધ કરાતુ હોવાથી લોકોને તકલીફો પડે છે. લોકોનો આક્ષેપ છે કે ફાટક ખોલવામાં વાર લગાવાઇ છે. જેથી લોકોએ રોષે ભરાઇને ગેટમેનને માર મારીને ફાટક જાતે બંધ કરી દીધી હતી. આ સાથે લોકોએ ટ્રેક પર બેસીને વિરોધ નોંધાવ્યો છે.

  ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સ્થાનિકોની માંગ હતી કે રેલવે વિભાગ દ્વારા લેખિતમાં આપવામાં આવે તો જ ફાટકને ખોલાશે. આ ઘટનામાં કુલ 200થી વધુ લોકોના ટોળાએ રેલવે ટ્રેક પર આવી જઈ રેલ વ્યવહાર ખોરવવા પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતીને કાબૂ કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.

 

(12:38 pm IST)