Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

ઉનાના મેડીકલ સ્ટોર્સ કાલે દેશ વ્યાપી બંધમાં જોડાશેઃ ઇમરજન્સી માટે દવા મળી શકશે

ઉના તા. ર૭ :.. ઇ-ફાર્માસીનાં વિરોધમાં ભારત બંધનાં એલાનમાં ઉના શહેર-તાલુકા, ગીરગઢડા તાલુકા ત્થા દિવનાં ૯૩ થી વધુ દવાના વેપારીઓ સજ્જડ બંધ પાડી વિરોધ કરશે.

ઇમરજન્સી દવા માટે બે મેડીકલ સ્ટોર્સ સેવા આપશે.

ભારતમાં ઇ-ફાર્મસી દ્વાાર થતા વેચાણ સામે વિરોધ દર્શાવવા માટે રાષ્ટ્ર કક્ષાની લડત બાદ કાલે તા. ર૮ મીએ શુક્રવારે એક દિવસ દેશ વ્યાપી મેડીકલ સ્ટોર્સ બંધ રાખવાના એલાનમાં ઉના કેમીસ્ટ એન્ડ ડ્રગસ્ટ એસો. સીમેશન દ્વારા પણ સજ્જડ બંધ પાળવાનું હોય ઉના શહેર તથા તાલુકા, ગીર ગઢડા, શહેર ત્થા તાલુકા અને દિવ વિસ્તારનાં ૯૩ થી વધુ વેપારીઓ કામ ધંધા બંધ રાખી વિરોધ કરશે.

લોકોને ઇમરજન્સી દવાઓની જરૂરીયાત માટે ઉના શહેરમાં બે, ગીર ગઢડામાં એક, ધોકડવા-૧, દેલવાડામાં-૧, મેડીકલ સ્ટોર્સ સેવા આપશે. આ બંધનાં એલાનમાં પ્રધાનમંત્રી જન ઔષધ ભંડાર જોડાશે નહીં. તેમ જાણવા મળેલ છે. (પ-૧૧)

(12:28 pm IST)