Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

મોરબી પાલિકામાં કોંગ્રેસનો સફાયો : તમામ છ બેઠકો પર ભાજપનો કબજો

કોંગ્રેસના શહેર પ્રમુખનો પણ પરાજય : સત્તા પરિવર્તનના એંધાણ

મોરબી તા. ૨૭ : મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના બાગી સદસ્યો ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ખાલી પડેલી છ બેઠકો પર પેટા ચુંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે મત ગણતરી યોજવામાં આવી હતી જેમાં તમામ છ બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસનો સફાયો કર્યો છે.

મોરબી પાલિકાની પેટા ચુંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નં .૧ માં પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન હરેશભાઈ બુચ વિજેતા બન્યા હતા તો વોર્ડ નં ૦૩ માં ભાજપના પ્રવિણાબેન ત્રિવેદીનો વિજય થયો હતો અને વોર્ડ નં. ૬ની ત્રણ બેઠકો માટે મત ગણતરી પૂર્ણ થઇ ચુકી છે જેમાં ભાજપના હનીફભાઈ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલનો વિજય થયો છે આમ તમામ છ બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસનો સફાયો કર્યો છે.

હાલ પાલિકામાં કુલ ૫૨ પૈકીના ૨૫ સભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રસની બોડી સત્તામાં છે તો ભાજપ પાસે ૨૦ સભ્યો હતા જોકે હવે છ બેઠકો પર વિજયને પગલે સત્ત્।ા પરિવર્તનના એંધાણ પણ વર્તાઈ રહયા છે અને કોંગ્રેસને સત્તા જાળવી રાખવા જીત જરૂરી હોય પરંતુ તેનો રકાસ થયો હતો એટલું જ નહિ પરંતુ વોર્ડ નં . ૧માંથી શહેર કોંગ્રેસ પ્રમુખે મેદાનમાં ઝંપલાવ્યું હતું જેને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.(૨૧.૧૪)

(12:25 pm IST)