Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પોરબંદર પોલીસનો સપાટો : ધરમપુર વાડી વિસ્તારમાંથી તીનપતી જુગાર રમતા ૭ લોકોની મુદ્દામાલ સાથે પકડી પાડયા

પકડાયેલા તમામ સામે ઉદ્યોગનગર પો. સ્ટે. માં ગુન્હો રજી. કરાયો

પોરબંદર : પોરબંદર પોલીસે સપાટો બોલાવ્યો છે. ધરમપુર વાડી વિસ્તારમાંથી તીનપતી જુાર રમતા ૭ લોકોને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

વધુ વિગતે જોઇએ તો જુનાગઢ રેન્જના પોલીસ મહા નીરક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવીમોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારૂ જુગારની બદી સદંતર નેસ્ત નાબુ કરવા આપેલ સુચના મુજબ તથા પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠાીયા ના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પો. સ્ટે.ના પો.સબ. ઇન્સ. એચ.એ. સોલંકી ના માર્ગદર્શન હેઠળ પો. કોન્સ. પોપટ વીરમભાઇ તથા લોકરક્ષક વિજય ખીમાભાઇ નાઓની સંયુકત હકિકત આધારે ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા કારૂ જીવાભાઇ મોઢવાડીયા પોતાની વાડીના રહેણાંક મકાનને બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે હાર જીતનો તીનપતી નામનો જુગાર રમતી રમાડે છે જે આધારે પો. સબ. ઇન્સ. એસ.એ. સોલંકી એ વોરંટ મેળવી કારૂ જીવાભાઇ મોઢવાડીયાના કબજા ભોગવટાના મકાનને રેઇડ કરતા કારૂ જીવાભાઇ મોઢવાડીયા સહિત કુલ ૦૪ સ્ત્રીઓ તથા ૦૩ પુરૂષો પાના વડે તીન પતીનો જુગાર રમતા રોકડા રૂ. ૩૬,૬૯૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી ઉદ્યોગનગર પો. સ્ટે.માં ગુન્હો રજી. કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિપુલ ગાંગાભાઇ આગઠ, કેશુ માલદેભાઇ મોઢવાડીયા, પુતીબેન વા/ઓ ભીખુભાઇ ચૌહાણ, જયાબેન વા/ઓ. પ્રતાપભાઇ ઓડેદરા, સંતોકબેન ઉર્ફે શાંતી વાઊઓ. સાજણભાઇ કારાવદર તથા રૂપલબેન ઉર્ફે પાયલ વા/ઓ. હરીશભાઇ આગઠ ની પકડી પાડેલ છે.

આ કામગીરીમાં ઉદ્યોનગર પો. સ્ટે. ના એસ.એ.સોલંકી તથા પોપટ વીરમભાઇ, હોથીભાઇ અરજનભાઇ, ભરતભાઇ ભનુભાઇ, ચનાભાઇ વેજાભાઇ, ધર્મેન્દ્રસિંહ દિલુભા તથા લોકરક્ષક વિજય ખીમાભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં રોકાયા હતા.

(11:03 pm IST)