Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

બુધવારથી હવામાનમાં પલ્ટો આવશે : ૩ થી ૧૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યાપક વરસાદ : ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૭: દેવભુમી દ્વારકા જીલ્લામાં વરસાદ ખુબ જ ખેંચાઇ જતા અનેક સ્થળે પાણીના અભાવે પાકની સ્થિતિ વિકટ થતી જાય છે ત્યારે ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયા દ્વારા આગામી ૩-૯-ર૧ સુધીમાં સાર્વત્રીક રીતે વરસાદનો રાઉન્ડ શરૂ થઇ જવા તથા ખેડુતોને માટે સારો વરસાદ આવવા સંભાવના હોવાનું તારણ કાઢયું છે.  આગામી ૧-૯-ર૧થી જ હવામાન પલ્ટો આવશે તથા નવી સિસ્ટમ કાર્યરત થઇને ૩-૯ થી ૧૦-૯ સુધીમાં તમામ સ્થળે વ્યાપક વરસાદ લાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

(12:56 pm IST)