Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ઉનામાં બંધ દુકાનમાંથી ૬૪૯૦૦ ના ૩ એન્ડ્રોઇડ મોબાઇલોની ચોરી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૭ :.. જાહેર બાગ પાછળ મોબાઇલની બંધ દુકાનમાં ભારે કિંમતનાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ ૩, રૂ. ૬૪૯૮પ ની ચોરી તસ્કરો કરી ગયેલ છે.

જાહેર બાગ શિવાજી પાર્ક પાછળ મેઇન બજારમાં મોબાઇલ ફોનનું વેચાણ કરતાં વિવેક હરકીશનભાઇ કનોજીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે દુકાન બંધ કરી ઘરે ગયા હતાં. સવારે રપ-૮-ર૦ર૧ નાં દુકાને આવતા દુકાનની છત ઉપર પતરા તોડી કોઇ તસ્કરોએ પ્રવેશ કરી નવાનકોર વિવો કંપનીનાં ત્થા અન્ય કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૩ કુલ રૂપિયા ૬૪ હજાર ૯૮પ ની કિંમતના ચોરી કરીને લઇ ગયાની ઉના પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઉનામાં ફરી ઘરફોડ ચોરીની ટોળકી સક્રિય થઇ હોય પોલીસે રાત્રીનાં પેટ્રોલીંગ કડક કરી અજાણ્યા લોકોની પુછપરછ કરી ચોરીનાં બનાવો અટકે તે માટે પ્રયત્ન કરવા માગણી ઉઠી છે.

(10:55 am IST)