Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મોરબીમાં બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગૌ પુજન.

મહાવીર નગર, આનંદનગર,મધુવન ,વૃંદાવન , ઋષભ નગર, શ્રીમદ રાજ , નિત્યાનંદ , પાવન પાર્ક વગેરે સોસાયટીની બહેનોએ ગાય પૂજન કર્યું

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહાવીર નગર, આનંદનગર,મધુવન ,વૃંદાવન , ઋષભ નગર, શ્રીમદ રાજ , નિત્યાનંદ , પાવન પાર્ક વગેરે સોસાયટી ની બહેનો એ બોળ ચોથ નીમતે ગાય પૂજન કર્યું હતું.

મોરબીના જાણીતા પ્રખર યુવાશાસ્ત્રી શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે એ શાસ્ત્રોક્ત મહિમાં આપતા જણાવ્યું કે ગાય માં રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે .તેમાં તેત્રીસ કરોડ દેવતા નો વાસ હોય છે.જેથી ગાય ના અંગો ઉપાંગો અને મળ મૂત્રનો પણ પૂજાકાર્યમાં ઉપયોગ થાય છે. ગાવો વિશ્વસ્ય માતર: વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ ગાય નું દૂધમાં, દહીમાં,ઘી,માખણ વગેરેમાંથી જે તત્વ મળે છે.જે અન્ય પશુઓ માં નથી હોતું. અન્ય પશુઓના દૂધ કરતા વધુ ઝડપથી પાચન થાય છે.તેમના દૂધ થી બાળકોની બુદ્ધિ વધુ સારી રહે છે.આમ ગાયનું સંરક્ષણ , સંવર્ધન અને ઉછેર સારી રીતે થાય એ પણ ગાય માતાની સેવાપૂજા બરાબર છે.

 

(10:39 am IST)