Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

વંથલી પાલીકા પુર્વ પ્રમુખ તથા જાણીતા વકીલ દિપક વડારીયા ખુન કેસના આરોપી

ભરત ઉર્ફે ભોટીયોને ચે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વીરાર ( મુંબઇ )થી ઝડપી લીધો

 વંથલી નગર પાલીકાના પૂર્વ પ્રમુખ તથા વંથલીના આગેવાન તથા જાણીતા વકીલ  દિપકભાઇ ઉર્ફે હિતેષ વડારીયા પટેલ (રહે. વંથલી )ને ભુપત નાગજીભાઇ સુત્રેજા તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ જમીનના ડખ્ખા બાબતે વંથલી માણાવદર રોડ ઉપર કાળવા નદીના પુલ આગળ આંતરીને આડેધડ છરીના ઘા મારી મોત નીપજાવેલ હોય. કામે ગુન્હા રજી. નં..૯૧/૧૯ આઇ.પી.કો..૩૦૨, ૧૨૦(બી), ૩૪ તથાજી.પી.એકટ .૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૩/૦૮/૧૯ ના રોજ વંથલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે.

કામે મરણ જનાર દિપકભાઇ ઉર્ફે હિતેષભાઇ વડારીયા( રહે. વંથલીવાળા )સામાજીક આગેવાન તથા જાણીતા વકીલ તથા વંથલી નગર પાલીકાના પૂર્વ પ્રમુખ હતા. જેથી સદરહું બનાવ સમગ્ર ગુજરાત રાજયમાં ખુબ ચકચાર

પામતાં કામે જૂનાગઢ રેન્જના વડા એસ.જી.ત્રિવેદી  તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભ સિંઘએ બનાવની ગંભીરતા ધ્યાને લઇ વંથલી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સંડોવાયેલ આરોપીઓને વ્હેલામાં વ્હેલી તકે પકડી પાડવા સારૂં ચક્રો ગતિમાન કરેલ. અને જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળ વિસ્તારની આજુ-બાજુમાં આવેલ તમામ સી.સી.ટી.વી. ફુટેજોનું ખુબ

જીણવટભરી રીતે અવલોકન કરવામાં આવેલ અને ટેકનીકલ સેલના માધ્યમથી સંડોવાયેલ આરોપીઓને દબોચી લેવાની કાર્યવાહી ચાલુ હતી

  તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ આર.કે.ગોહિલ તથા પો.કોન્સ. સાહિલ સમાતથા ડાયાભાઇ કરમટા તથા યશપાલસિંહ જાડેજાને બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢનો ભરત ઉર્ફે ભટીયો શાંતીલાલ ભોંય પણ ગુન્હામાં સંડોવાયેલ છે. જે પોતાની ફોકસ વેગન કંપનીની પોલો કાર રજી નં.જીજે-૦૧-કે.એસ-૯૪૩૧ ની લઇ બનાવની રાતે પોતાના પરીવાર સાથે મહારાષ્ટ્ર રાજયના વીરાર (મુંબઇ) તરફ ફરાર થઇ ગયેલ છે. જે વીરારમાં નારંગી ગણપતી મંદિર પાછળના વિસ્તારમાં છુપાયેલ હોવાની હકિકત મળતાં ક્રાઇમ બ્રાન્ચનાઇચા.પો.ઇન્સ.આર.કે.ગોહિલને ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફ સાહિલ સમા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહજાડેજા સાથે તાત્કાલીક  આરોપીને ઝડપી લેવા સારૂં હકિકતવાળી જગ્યાએ રવાના મોકલતા હકિકતવાળાવિસ્તારમાં તપાસ કરતાં  ભરત ઉર્ફે ભટીયો શાંતીલાલ ( રહે. જૂનાગઢ ) મહારાષ્ટ્ર રાજયના વીરાર(મુંબઇ) ગામ નારંગી ગણપતી મંદીરના પાછળ જય ભવાની એપાર્ટમેન્ટ પાસેથી તેનાં સાળા નીલેશ ગોપાલભાઇ તથાઉપરોકત ફોર વ્હીલ કાર સાથે મળી આવતાં જેને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતાં સદરહું ગુન્હોકરેલાની હકિકત જણાવતા મજકુર ઇસમને વંથલી પો.સ્ટે.માં સોંપી આપતાં તા.૨૬/૦૮/૧૯ ના રોજ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

  કાવત્રામાં સામેલ વ્યક્તિઓમાં ભુપત નાગજીભાઇ સુત્રેજા મેર (રહે. જુનાગઢ વણજારી ચોક,) ભરત ઉર્ફે ભટીયો શાંતીલાલ ચુડાસમાં ભોય (ઉવ.૨૭) ( રહે.જુનાગઢ (૫કડાયેલ) અને કમલ મહેશભાઇ મહેતા (રહે. જુનાગઢ રાણાવાવ ચોક,( સામેલ છે

(7:52 pm IST)