Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક : ડેમની જળસપાટી 11 ફૂટે પહોંચી : ખેડૂતોમાં ખુશીની લહેર

ભાયાવદર પંથકના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોજ ડેમમાં 11 ફૂટ સપાટીએ પાણી પહોંચ્યું

રાજકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક ડેમમાં પાણીની આવક થઇ છે. જેથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ નજીક મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાયાવદર પંથકના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોજ ડેમમાં 11 ફૂટ સપાટીએ પાણી પહોંચ્યું

(7:36 pm IST)