Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ગેલ ઇન્ડિયા કંપનીના ડે.મેનેજરને પંચાયતની ઓફિસમાં પુરી પૂર્વ સરપંચ અને તલાટી મંત્રી સહિત ૭ શખ્સોએ માર માર્યો

 જામનગર તા. ૨૭  : મુળ રાજસ્થાનના જયપુરના અને હાલ જામનગરમાં રહેતા અને ગેલ ઈન્ડિયા કંપનીમાં ડે.મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશ પુતુલાલ વૈશ્ય ઉ.વ. ૪પ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ રાજભા માજી ઉપસરપંચ મોટીખાવડીવાળાનું ગેલ ઈન્ડિયા કંપનીની પેટા કંપનીમાં એસ્સાર ઓઈલ વાડીનારથી શાપર વચ્ચે ગેસની પાઈપ લાઈન નાખવાનું કામ ચાલતુ હતંુ તેમા નાલી ખોદવાનુ અને બુરવાનું કામ પેટામાં રાખેલ હોય તેમજ તેની સ્કોર્પીયો ગાડી પેટા કંપનીમાં ભાડે રાખેલ હોય તેના કામના તેમજ ભાડાના પૈસા બાકી હોય તે બહાના હેઠળ મોટી ખાવડી ગામના સી.એસ.આર.ના ગ્રામ પંચાયતના વિકાસના પૈસા રોકડમાં કઢાવવા માટે અગાઉથી જ પ્લાન કરી આરોપી  રાજભા તથા તલાટી મંત્રી ભંડેરી તથા બીજા ચાર થી પાંચ માણસોએ તા. ર૦–૭–૧૮ ના મોટી ખાવડી ગ્રામ પંચાયતની ઓફીસમાં ફરીયાદી તેમજ તેની સાથેના માણસોને બોલાવી પંચાયત ઓફીસમાં પુરી દઈ પૈસા રોકડમાં આપી દેવા બળજબરીથી દબાણ કરી પાઈપ વડે ફરીયાદી તથા તેની સાથેના માણસોને આડેધડ શરીરે માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કરેલ છે.

(4:34 pm IST)