Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આદિપુરમાં સ્કૂલેથી પરત આવતી સગીરાનું અપહરણ કરી બળાત્કાર

ભૂજ, તા.૨૭: આદિપુરમાં સ્કૂલેથી પર ફરતી સગીરાનું અપહરણ કરીને તેને ભુજ લઈ જઈ તેણી ઉપર બળાત્કાર ગુજારવાનાં  બનાવે ચકચાર સર્જી છે. આ અંગે પીડિત સગીરાનાં પિતાએ કરેલી પોલીસ ફરિયાદમાં હાજી કાસમ ચૌહાણ નામના યુવાનની વિરૂધ્ધ બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધવા જણાવાયુ છે.

ગત તા.૨૫/૦૭નાં શાળાએથી છુટનાર આ તરૂણીનું હાજી અપહરણ કરી ગયો હતો. તેને ભૂજમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડીત તરૂણી બીજે દિવસે હાજીની ચુંગાલમાંથી નાસી છુટવામાં સફળ રહી અંતે ઘરે આદિપુર પહોંચી આવી હતી. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ અને અન્ય સામાજિક સંગઠનો પોલીસમાં દોડી આવ્યા હતા. પોલીસે પણ ઝડપી પગલા ભરીને આરોપી હાજી કાસમને રાઉન્ડ અપ કરી લીધો છે.

(11:48 am IST)