Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજુલાના વાવેરા ગામમાં એક મહિના પહેલા સુરતથી આવેલા ૬૦ વર્ષના બાધાભાઇ કાછડને કોરોના

રાજુલા તા. ર૭ : રાજુલા તાલુકામાં બીજોજો કોરોના કેસ નોંધાયો વાવેરા ગામે આજથી એક માસ પૂર્વ બાધાભાઇ દુલાભાઇ કાછડ (ઉ.૬૦) સુરતથી આવ્યા તેમને તાવ અને શરદીની દવા વિજપડીથી લિધી સારૂ ન જણાતા મહુવા પ્રાઇવેટ દવાખાને બતાવ્યું ત્યાની દવાથી સારૂ ન થતા ભાવનગર ગયા જયાં રિપોર્ટ કરાતા રિપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે.

જેની રાજુલા જાણ થતા મફત પ્લોટ વિસ્તારમાં રહેતા બાધાભાઇના ઘરનો વિસ્તાર કંન્ટેઇન્ટમેન્ટ ઝોન (પ્રતિબંધિત વિસ્તાર) જાહેર કર્યો આસપાસનો વિસ્તાર સાફ કરી દવા છાંટવામાં આવી અને સેનેટાઇઝ કરવામાં આવેલ સરપંચ બીચ્છુભાઇ ધાખડા તથા તાલુકા ભા.જ.પ મંત્રી કનુભાઇ ધાખડાએ તંત્રને જાણ કરી પ્રાંત અધિકારી  શ્રી ડાભી મામલતદાર ગઢીયા તથા આરોગ્ય વિભાગ તથા પોલીસ પી.આઇ.ઝાલા તેમની ટીમ સાથે સ્થળની તપાસ કરી ત્યાં સ્ટાફ ગોઠવેલ છે. રાજુલામાં બીજો કેસ જણાતા લોકોમાં ચિંતાઓ વકી છે.

રાજુલાથી વાવેરા માત્ર ૧ર થી ૧૪ કિલોમીટર છે. આમ હવે રાજુલાવાસીઓએ પુરી તકેદારી રાખી સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ ભુલવુ ન જોઇએ એવું સરપંચ બિરછુભાઇ તથા તાલુકા ભા.જ.પ.મંત્રી કનુભાઇએ જણાવેલ છે.(

(1:04 pm IST)