Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વાંકાનેરના ચંદ્રપુરના અકિલ ઉર્ફે બાલાનું વ્યાજખોરોએ અપહરણ કરી મારમાર્યો

૫૦ હજાર વ્યાજ સહિત ચુકવ્યા છતાં પેનલ્ટીની ઉઘરાણી કરી મારમાર્યોઃ કાદુભા, સતુભા, બ્રિજરાજસિંહ, મયુરસિંહ સહિત આઠ સામે ગુનો

વાંકાનેર તા. ૨૭ : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના યુવાનને વ્યાજખોરો કારમાં ઉઠાવી ગયા હતા અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો હાલમાં ઈજાગ્રસ્ત યુવાને જે ફરિયાદ નોંધાવી છે તેમાં લખાવ્યું છે કે, તેને પચાસ હજાર રૂપિયા ૨૦ ટકાના વ્યાજે લીધા હતા જે ભરી દીધા છતાં પણ પેનલ્ટી સહિતની રકમની ઉઘરાણીની વાત કરીને આઠ જેટલા શખ્શોએ તેને ઢોરમાર માર્યો હતો જેઠો વાંકાનેર સિવિલ બાદ વધુ સારવાર માટે યુવાનને રાજકોટ લઇ જવાયો હતો રાજકોટ હોસ્પિટલના બીછાનેથી ભોગ બનનાર યુવાને આઠ સામે ફરિયાદ નોંધાવતા હવે વાંકાનેર સીટી ઙ્ગપોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા અકિલ ઉર્ફે બાલો ઈસ્માઈલભાઈ વકાલિયા નામના ૨૧ વર્ષના મેામીન યુવાને પૈસાની જરૂરિયાત હોય વઘાસીયાના કાદુભા દરબાર અને સતુભા દરબાર પાસેથી રૂપિયા ૫૦ હજાર વીસ ટકાના વ્યાજે લીધા હતા જે રકમ અને વ્યાજનાં નાણા ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટીની ઉઘરાણી ચાલુ રાખીને તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને ગઈકાલે તે ચંદ્રપુરના ઓવરબ્રિજ પાસે તેના મિત્ર ઈસ્માઈલની દુકાને બેઠો હતો ત્યારે વઘાસિયાના કાદુભા દરબારના સાગરિત એવા બ્રિજરાજસિંહ અને મયુરસિંહ તેની પાસે આવ્યા હતા અને પૈસા તો તારે આજે આપવા પડશે તેમ કહીને કારમાં ઉઠાવી ગયા હતા અને કારમાં લઈ જઈને તેને એક ઓફિસમાં ગોંધી રખાયો હતો જયાં તેને માર મારવામાં આવ્યો હતો અને તેથી ઈજાગ્રસ્ત થયેલા અકિલ ઉર્ફે બાલોને તેના મિત્રોએ દવાખાને ખસેડયો હતો અને તેના ભાઈ અને પિતાને જાણ કરતા અકિલના ભાઈ અને પિતાએ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો બાદમાં ભોગ બનેલ અકિલ ઉર્ફે બાલોએ વાંકાનેરના વઘાસીયા ગામના કાદુભા દરબાર, સતુભા દરબાર, બ્રિજરાજસિંહ દરબાર, મયુરસિંહ દરબાર તથા ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પીઆઇ એચ.એમ.રાઠોડે કલમ ૩૬૫, ૩૪૨, ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ અને સાહુકાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.(

(11:48 am IST)