Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સોમનાથ મહાદેવ મંદિરની મહામારી કારણે દર્શનાર્થીઓ ઘટયા આવક ઘટી પરંતુ સેવાકીય-યાત્રિક સુવિધા દાયીત્વ જૂસ્સો વધ્યો

તા. ર૭ : વિશ્વ મહામારી કોરોના વાયરસની અસર દેશના અનેક મંદિરોમાં આર્થિક આવક-જાવક-વ્યવસ્થા નિભાવ ખર્ચ કપરી સ્થિતિ-દર્શનાર્થી પાંખી હાજરીના સમીકરણો થયાં છે. ત્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલ ભારત બાર જ્યોતિર્લીગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર આવક ગત વરસ અને કોરોના કાળના ચાલુ વરસના મહિનાઓમાં શું છે તે જાણીયે.

વર્ષ ર૦૧૯

માર્ચ ૪ કરોડ, ૧ર લાખ પંચાવન હજાર, એપ્રિલ ર કરોડ,૮પ લાખ, મે ૩ કરોડ, ૩૪ લાખ, જુન ૩ કરોડ, ૧૪ લાખ,

વર્ષ ર૦ર૦

માર્ચ ર કરોડ, પ૭ લાખ, એપ્રિલ ર૯ લાખ, ર૦ હજાર, મે ૩ર લાખ, ૮પ હજાર, જુન ૩૧ લાખ, ૮પ હજાર તા.ર૪-૬/ર૦ સુધી

તા. ૮ જુનથી રપ જુન-ર૦ એટલે કે અનલોક-૧માં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યા પછી ૪ર૭૮૪ દર્શનાથીઓએ દર્શન કર્યા.

સોમનાથ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરી ''સોમનાથ વર્તમાન'' જુન માસના તાજેતરમાં બહાર પડેલા અંકમાં વિગતે કહે છે.

''જે ગમે જગતગુરૂ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો.

આપણો ચિંતવ્યો અર્થ કાંઇ નવ સરે,

અંતરે એક ઉદ્વવેગ ધરવો''

સોમનાથ મંદિરે ટ્રસ્ટે આવી પરિસ્થિીતી છતાં લોકસેવા અને સલામતીના કાર્યો આ લોકડાઉનમાં જુસ્સાભર ચાલુ રાખ્યાં જેવા કે  ગુજરાત રાજયના મુ.મંત્રી રાહત ફંડમાં સોમનાથ ટ્રસ્ટ સૌથી પ્રથમ રૂપીયા એક કરોડ દાન કર્યું.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા રર માર્ચ ર૦ર૦ થી ૩૧/પ/ર૦ સુધી ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સહયોગમાં સવાર-સાંજ દર ટંકે ૩પ૦ થી ૪૦૦ વ્યકિતઓ જરૂરતમંદોને વીનામુલ્યે ભોજન પુરૂ પાડયું.

લોકડાઉન કારણે રોજગારી છીનવાયેલા મંદિર બંધ થતાં તેવા લોકોને રેશન કીટ આપી અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને ભોજન-રાશન કીટ ટ્રસ્ટે આપી.

ગીર-સોમનાથ જીલ્લાના કોરોના પોઝેટીવ દર્દીઓને કવોરન્ટાઇન કરવા ટ્રસ્ટે સમગ્ર લીલાવંતી અતિથી ગૃહ જીલ્લા તંત્રને સુપ્રત કરેલ છે. આ ઉપરાંત મેડીકલ ટીમના ૪૦ સભ્યો માટે ટ્રસ્ટનો માહેશ્વરી અતિથીગૃહ ભોજન-આવાસ વ્યવસ્થા કરી આપી સુપ્રત કર્યો

સમગ્ર રીતે આમ સોમનાથ ટ્રસ્ટે સામાજીક અને યાત્રિકો તથા સ્થાનિક કક્ષાએ સામાજીક સેવા જવાબદારીઓ નિભાવી તેમ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ કહે છે.(

(11:37 am IST)