Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ખેડાના મહુધાના નંદ ગામે ખાળકૂવામાં ચાર યુવતીઓ પડી ;એકનું કરૂણમોત :ત્રણને ઇજા

ખાળકૂવાનો સ્લેબ તૂટતાં પડી ગયેલ યુવતીને બચાવવા અન્ય ત્રણ યુવતીઓએ પણ છલાંગ લગાવી

 

ખેડાઃ ખેડા જિલ્લાના મહુધાના નંદ ગામે ખાળકુવામાં પડી જવાના કારણે એક યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છેજયારે અન્ય ત્રણ યુવતીઓને ઇજા પહોંચી છે તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ગામ લોકોએ કુવામાં પડેલા લોકોને દોરડા વડે ખેંચીને બહાર કાઢ્યા હતા

  અંગે મળતી વિગત મુજબ નંદ ગામે ચાર યુવતીઓ એક ખાળકુવાની પાસે ઉભી હતી. અચાનક ખાળકુવાનો સ્લેબ તુટી જતાં એક યુવતી ખાળકુવામાં પડી ગઈ હતી. ખાળકુવામાં પડી ગયેલી યુવતીને બચાવવા માટે અન્ય ત્રણ યુવતીઓએ પણ ખાળકુવામાં છલાંગ લગાવી હતી

  ઘટનાની જાણ થતાં ગામ લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને દોરડા વડે ચારેય યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. જોકે, 18 વર્ષીય નીતલ નામની યુવતીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અન્ય ઈજાગ્રસ્ત 3 યુવતીને વધુ સારવાર માટે નડિયાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નડીયાદ ફાયર વિભાગની ગાડી અને મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

(1:15 am IST)