Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગીર ફોરેસ્ટમાં વધુ એક સિંહ બાળનું મોત: ઈનફાઇટના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ

તાલાળા રેન્જની હડમતીયા બીટના જહાંગીર રક્ષિત જંગલમાં સિંહ બાળનું મોત

 

ગીર ફોરેસ્ટના પશ્ચિમ વિસ્તારમાં વધુ એક સિંહ બાળનું મોત થયું છે. તાલાળા રેન્જની હડમતીયા બીટના જહાંગીર રક્ષિત જંગલમાં સિંહ બાળનું મોત થયું છે.

   મળતી માહિતી મુજબ મૃતક સિંહ એકથી દોઢ વર્ષનો હતો. સિંહ બાળનો આગળનો અને એક પાછળનો પંજો વન્ય પ્રાણી દ્વારા ખવાયો છે. વનવિભાગે ઈનફાઇટના કારણે સિંહ બાળનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યુ છે.

  વનવિભાગને ઘટના સ્થળ પાસેથી ઇન ફાઈટના નિશાન પણ જોવા મળ્યા છે. કોઈ બીજા ગ્રુપના નર સિંહ દ્વારા સિંહ બાળને મારી નાખ્યું હોય તેવું અનુમાન હાલમાં સેવાઇ રહ્યુ છે. પ્રોટોકોલ પ્રમાણે પોસ્ટ મોર્ટમ કરી વન વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.

 

(10:24 pm IST)