Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મહુવામાં બીજા દિવસે ધીમીધારે વરસાદ :ઉમરાળાના રંઘોળા વિસ્તારમાં ધોધમાર વરસ્યો :વાવણીનો પ્રારંભ

ભાવનગર પંથક પર પણ મેઘરાજા મહેરબાન થયા હતા. જેમાં ભાવનગરના મહુવામાં બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. ખેતી માટે કાચા સોના રૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો ભાવનગરના ઉમરાળાના રંઘોળા આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે.

(10:08 pm IST)