Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં બે કલાક અનરાધાર વરસાદ : દિપડીયાઆ આસપાસ ત્રણ ઇંચ ,ડુંગરમાં બ ઇંચ ખાબક્યો

રાજુલાની નદીમાં પૂર :ખેતરો પાણીથી છલકાયા : કેટલાક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્યવિસ્તારમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી  રાજુલાના ડુંગર ગામે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ખેતી વાવણી લાયક વરસાદ થવાથી કેટલાક ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર શરૂ કર્યુ હતુ.

  અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તામા સતત 2 કલાક સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. ડુંગર મા 2 ઇંચ વરસાદ પડ્યો હતો.રાજુલાના દીપડ્યા,વાવેરા,ચારોડયા જેવા ગામોના અનરાધાર વરસાદ વરસ્યો હતો. દીપડ્યા સહિત આસપાસના ગામો અઢીથી 3 ઇંચ વરસાદ થતા ખેતરો પાણીથી છલકાયા હતા. કેટલાક વિસ્તારોમા વિજપોલ પણ ધરાશાયી થયા હતા. રાજુલા શહેરની ઘાણો નદીમા પૂર આવ્યું હતુ.

(7:28 pm IST)