Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જુનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને એકસલેઇન ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ

અઢી દાયકામાં રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત ૪૦૦ થી વધુ ઇનામો-પ્રશંસા પત્રો મળ્યા

જુનાગઢ તા. ર૭ : જુનાગઢના ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહજી જાડેજા અગાઉ ભાવનગર ફરજ બજાવતા તે દરમ્યાન ભાવનગરના તિરૂપતિ ફલેટમાં માતાપુત્રના થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા અનેક ગુના ડીટેકટન કરવા સહિત તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લીંબીના (પૂર્વ ડીવાયએસપી અને હાલ જુનાગઢ  ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા શ્રી પ્રદિપસિંહ જાડેજાને એકસલેન્સ ઇન ઇન્વેસ્ટીગેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

શ્રી જાડેજાએ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત જીલ્લામાં રપ વર્ષની કારર્કિદીમાં રાષ્ટ્રપતિ અને ઇકોય સહિત ૪૦૦ જેટલા ઇનામો તથા ભારત સરકાર દ્વારા જુદા જુદા રાજયની પોલીસે કરેલી ઉત્કૃષ્ઠ તપાસને પ્રોત્સાહીત કરવા મેડલ એનાયત કરવામાં આવે છે.

ભાવનગર તખ્તેશ્વર પ્લોટ વિસ્તારમાં તિરૂપતી ફલેટમાં રપ ઓકટોમ્બર ર૦૧ર ફરીયાદી અભાજીત પાંડેના પત્નિ સંગીતાબેન અને ૧૧ વર્ષના પુત્ર દેવેશની હત્યા થઇ હતી.

જેની તપાસ તાત્કાલીક ભાવનગર એ ડીવીઝના પીઆઇ હાલ જુનાગઢ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

સ્ટાફ અને ટેકનીકલ સોર્સના ઉપયોગથી સુધીશ ત્રિવેદીને ઝડપ્યો હતો. પકડાયેલ આ આરોપીએ ડબલ મર્ડર કેસ ઉપરાંત સેલરશા ચોક ખાતે દરજીના ખુન કર્યાની કબુલાત કરી હતી. જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ તપાસ માટે કેન્દ્ર ગૃહ મંત્રાલયે લીંબડીના પુર્વ ડીવાયએસપી પી. જી. જાડેજાને વર્ષ ર૦૧૮ ના યુનિયન હોમ મીની સ્ટ્રીર્સ મેડલ, ફોર એકસબેન્સ ઇન ઇન્વેસ્ટીગેશન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રદિપસિંહ જાડેજા અને સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી એએ સૈયદની યુનિયન હોમ મિનીસ્ટ્રીર્સ મેડલ ફોર એકસ લેન્સઇન ઇન્વેસ્ટીગેશન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા પોલીસ બેડા ગર્વ સાથે આનંદની લાગણી છવાઇ છે. અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મો. નં. ૯૮રપર ૧પ૬૮ર ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.

(3:36 pm IST)