Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં વૃક્ષારોપણ

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ચાલતી બાગાયત મહાવિદ્યાલયના લાલબાગ ફાર્મ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હેતુ સબબ એગ્રોફોરેસ્ટ્રી ફાર્મ ચાલુ કરવામાં આવેલ છે. આ ફાર્મ પર જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો.પાઠક હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી એગ્રોફોરેસ્ટ્રીની જૂદા જૂદા પ્રકારની વૃક્ષોની જાતીની રોપણી કરવામાં આવેલ.કાર્યક્રમમાં કુલપતિ ડો.પાઠક, સંશોધન નિયામક ડો.વી.પી.ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ નિયામક ડો.વી.આર.માલમ, આચાર્ય ડો.બી.કે.સગારકા તેમજ અન્ય કોલેજોના આચાર્યશ્રીઓ બાગાયત વિભાગના ઇન્ચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો.ડી.કે.વરૂ તેમજ અન્ય વિભાગીય વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ બાગાયત વિભાગનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં ભાગ લીધેલ તે પ્રસંગની તસ્વીર.

(2:27 pm IST)