Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સાવરકુંડલાના વાંશીયાળીની પુરમાં તણાયેલ મહિલાનો ત્રીજે દિવસે મૃતદેહ મળ્યો

અમરેલી-સાવરકુંડલ, તા. ર૭ : સાવરકુંડલાના વાંશીયાળી ગામની નદીમાં પૂરમાં તણાયેલ મહિલા શોભનાબેન ઠુંમરનો મૃતદેહ આજે ત્રીજા દિવસે આંકોલડીયાની સરકારી ખરાબાની જમીનમાંથી મળતા ઘેરો શોક છવાયો છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વર્ષા થવાના કારણે નિચાણવાળા ભાગોમાં પાણી ભરાવા સહિત નદીનાળાઓમાં ભારે પૂર આવ્યા છે. સાવરકુંડલાના વાંશીયાળી ગામના ખેડૂત વાડીએથી ઘર તરફ આવતા હતા ત્યારે સુરવો નદીમાં પૂર આવતા બળદગાડા સહિત પાણીમાં તણાયા હતા. ખેડૂત ભાવેશભાઇ ઠુંમર અને તેમના પત્ની શોભનાબેન અતિભારે પૂરમાં તણાતા ભાવેશભાઇનો બચાવ થયો હતો, પરંતુ તેમના પત્નીની શોધખોળ વહીવટી તંત્ર તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી હતી.  કલેકટરશ્રી આયુષ ઓકની સુચનાથી ઘટના સ્થળ પર નાયબ કલેકટર રવિન્દ્ર ગોહિલ સહિત મામલતદાર, ટી.ડી.ઓ તમજ મહેસુલ, પોલીસ અને પંચાયતના સો ઉપરાંતના કર્મચારીઓ ગ્રામજનો શોભનાબેનની ભાળ મેળવવા સતત પ્રયત્નો કરી રહ્યા હતાં.

કલેકટરશ્રીએ જણાવ્યુ હતું કે નદીના પટ્ટ સહિતના વિસ્તારમાં પાંચ જેટલા જે.સી.બી., એક હિટાચી, સ્થાનિક તરવૈયા અને ડોગસ્કોડને કામે લગાડીને સતત શોધ કરવામાં રહી છે. આ તમામ કામગીરીમાં સરપંચશ્રીઓ પ્રકાશભાઇ, નારણભાઇ તેમજ વાલજીભાઇ સહિત ગ્રામજનો પણ સતત જહેમત ઉઠાવી હતી ત્યારબાદ આજે તેમનો મૃતદેહ મળ્યો હતો.

(1:17 pm IST)