Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

વિસાવદરનાં રાજપરાની વાડીમાં ધમધમતું દેશી દારૂનું મીની કારખાનું પકડાયું

જુનાગઢ તા. ર૭: વિસાવદરનાં રાજપરાની વાડીમાં ધમધમતું દેશી દારૂ બનાવવાનું મીની કારખાનું પોલીસે પકડી પાડી રૂ. ૮૧પ૦નાં મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

વિસાવદર તાલુકાનાં કાલસારી ગામનો કિશોર ઉર્ફે રાવલ વલ્લભ મેટારીયાની રાજપરા ગામની સીમમાં આવેલ વાડીમાં દેશી દારૂ બનાવવાનું મીની કારખાનું ધમધમતું હોવાની માહિતી મળતા ગઇ રાત્રે વિસાવદરનાં પોલીસ જમાદાર જે. પી. મહેતા વગેરેએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહી દરમ્યાન પોલીસે કાલસારીનો પ્રકાશ ઉફે.ર્ ખોખો મગન પાટડીયા અને લાલજી વલ્લભ મેટારીયાને દેશી દારૂ ગાળતા પકડી પડયા હતા.

પોલીસે ૩૦૦૦ લીટર આથો દારૂ તેમજ દારૂ બનાવવા માટેનાં સાધનો ગેસ, સ્ટવ, ચુલો, વગેરે મળી કુલ રૂ. ૮૧પ૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન વાડી માલિક કિશોર વલ્લભ મેટારીયા અને કિશોર મોહન મેર હાજર નહિં મળી આવતાં પોલીસે બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છયે.

દારૂ સાથે કાર

માળીયાનાં પી.એસ.આઇ. એન. કે. વિંઝુડા તથા સ્ટાફે જશાપરનાં મોહન સામત ઝાલાનાં ઘરે દારૂની રેડ કરી સ્વીફટ કારમાંથી આઠ બોટલ ઇંગ્લીશ દારૂ કબ્જે કર્યો હતો.

પોલીસે દારૂ અને કાર સહિત રૂ. બે લાખનો મુદામાલ કબ્જે કરી મોહન સામતની શોધખોળ હાથ ધરી છે.

(1:15 pm IST)