Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જામનગર જિલ્લા ભાજપની સંગઠનપર્વની બેઠક યોજાઇ

જામનગર  :  જિલ્લા ભાજપ દ્વારા આગામી સંગઠન-પર્વ-૨૦૧૯ જે ૬ જુલાઇ થી ૧૧ ઓગષ્ટ સુધી યોજાનાર છે, તે સફળતા પૂર્વક દરેક બુથ પર સમ્પન્ન થાય તે માટે રાજયના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ સંગઠન પર્વના સહ-ઈન્ચાર્જ શ્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ' અટલ ભવન' ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ.

ચંદ્રેશભાઇ પટેલે લોકસભામાં મળેલ ભવ્ય જીત બદલ જામનગરની જનતા અને કાર્યકરોનો આભાર માની આગામી સંગઠન પર્વને સફળ બનાવવા સોૈને આહવાન કરેલ, આઇ.ટી. સેલ દ્વારા પ્રાથમીક સભ્યોની નોંધણી કેમ કરવી તેનું પ્રેઝન્ટેશન ભીખુભાઇ બાવરીયા દ્વારા આપવામાં આવેલ.

જિલ્લા મહામંત્રી અને સંગઠન પર્વના જિલ્લા ઇન્ચાર્જ ડો. વિનોદ ભંડેરીએ ભાજપના બધાજ કાર્યકરો આ કામમાં જોડાય અને રાષ્ટ્રવાદમાં અને ભાજપની નીતીઓમાં માનતા દરેક લોકોને સભ્ય બનાવવા અપીલ કરેલ.

સંગઠન પર્વના પ્રદેશ સહ ઇન્ચાર્જ શ્રી રજનીભાઇ પટેલે આ અભિયાનને સર્વવ્યાપી અને સર્વસ્પર્શી તથા દરેક સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવી ભાજપમાં જોડાવા સર્વે કાર્યકરોએ કઇ રીતે કાર્ય કરવું તેનું વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

આ બેઠકમાં સોૈરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ અમીબેન પરીખ, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, ચેતનભાઇ કડીવાર, પૂર્વ મંત્રી ચીમનભાઇ શાપરીયા, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા, રમેશભાઇ મુંગરા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, વલ્લભભાઇ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ કરણસિંહ જાડેજા, રેખાબેન કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, તાલુકા/શહેર મંડલના પ્રમુખ, મંહામત્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહેલ.

તાલુકા તથા શહેરી મડલના સંગઠન પર્વના ઇનચાર્જ, સહઇન્ચાર્જોની નિમણુંક આ બેઠકમાં  કરવામાં આવેલ, જેમાં જામનગર તાલુકામાં ઇન્ચાર્જ કુમારપાલસિંહ રાણા, સહ ઇન્ચાર્જ ભરતભાઇ બોરસદીયા, સુધાબેન વીરડીયા, લાલપુર તાલુકામાં ઇન્ચાર્જ ભરતભાઇ અકબરી, સહ ઇન્ચાર્જ દિવુભાઇ ગઢવી, વનીતાબેન ફળદુ, જામજોધપુર તાલુકામાં ઇન્ચાર્જ શાંતીલાલ ટીલવા, સહ ઇન્ચાર્જ માયાભાઇ બૈડીયાવદરા, સંજનાબેન દેવાભાઇ પરમાર, જામજોધપુર શહેરમાં ઇન્ચાર્જ સી.એમ. વાછાણી, સહ ઇન્ચાર્જ મુકેશભાઇ નાનવડા, હેપીબેન ભાલોડીયા, કાલાવડ શહેરમાં ઇન્ચાર્જ હસુભાઇ વોરા, સહઇન્ચાર્જ વિજયભાઇ ફળદુ, રંજનબેન પ્રફુલભાઇ રાખોલીયા, કાલાવડ તાલુકામાં ઇન્ચાર્જ ઇન્દ્રસિંહ જાડેજા, સહઇન્ચાર્જ ધનાભાઇ નંદાણીયા, લીલાબેન જમનભાઇ આંબલીયા, ધ્રોલ તાલુકામાં ઇન્ચાર્જતરીકે નવલભાઇ મુંગરા, સહ ઇન્ચાર્જ જેન્તીભાઇ કગથરા, રાજેશ્રીબા ભુપતસિંહ જાડેજા, ધ્રોલ શહેરમાં ઇન્ચાર્જ હિતેષભાઇ ભોજાણી, સહ ઇન્ચાર્જ લખમણભાઇ નકુમ, ગોમતીબેન મેઘજીભાઇ ચાવડા, જોડીયા તાલુકાનાં ઇન્ચાર્જ સુરેશભાઇ કુંડારીયા, સહ ઇન્ચાર્જ બાબુભાઇ હિંગાળા, મંજુંબેન ભીમજીભાઇ કાનાણીના નામો નક્કી કરવામાં આવેલ.

આ ઉપરાંત મંડલ સહ સંગઠન પર્વને સફળ બનાવવા બેઠકોનું આયોજન કરવામાં આવેલ,  જેમાં તા. ૨૯ જુનના રોજ લાલપુર તાલુકો, જામજોધપુર શહેર તથા જામજોધપુર તાલુકાની બેઠક યોજવામાં આવેલ છે. તા.૩૦ જુનના રોજ કાલાવડ તાલુકો, તથા કાલાવડ શહેર તેમજ ૧ લી જુલાઇના રોજ જામનગર તાલુકો, ધ્રોલ તાલુકો તથા ધ્રોલ શહેર તથા ૨ જુલાઇના રોજ જોડીયા તાલુકાની બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ચેતનભાઇ કડીવારે કરેલ.

(1:15 pm IST)