Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ઉના તાલુકાને સુજલામ સુફલામ યોજનાનો લાભ મળતો નથી : ડેમોમાં કાપ દૂર કરવા ખેડૂતોની માંગણી

ઉના, તા. ૨૭ : ઉના તાલુકો સુજલામ સુફલામની યોજનાથી વંચિત રહી ગયાની ફરીયાદો ઉઠી છે. એક તરફ સરકાર સુજલમ સુફલામ અંતર્ગત ડેમો માંથી કાંપ કાઢી ને ડેમો ને ઊંડા ઉતારવાની મથામણ કરી રહી છે અને રાજય ભર માં જુમ્બેશ ચલાવી છે પરંતુ ઉના તાલુકા માં આ યોજના કાગળ પર સીમિત હોય એવું લાગી રહ્યું છે ઉના તાલુકા અને કોડીનાર તાલુકા ના ગામો માં સુજલામ સુફલામ યોજના નો લાભ નહિવત મળ્યો છે ઉના ના ૨ મુખ્ય ડેમો ની તો રાવલ ડેમ બન્યા ને ૪૫ વર્ષ જેટલો સમય થયો છે એમા આજ દિવસ સુધી કાપ કાઢવામાં નથી આવ્યો તો મચ્છુન્દ્રી મુખ્ય ડેમ માં આ વર્ષે ૧૫ દિવસ માટે કાપ કાઢવાની મંજૂરી મળી હતી ત્યારે વર્ષો થી કાંપ ન કાઢવાને લીધે પાણી ની સંગ્રહ શકિત ખૂબ ઓછી થઈ ગઈ છે. ઉના અને ગીર ગઢડા તાલુકા ના દ્રોણેશ્વર નજીક આવેલ ડેમ ની પરિસ્થિતિ પણ આવી જ કંઈક છે ૬૦ ના દાયકા માં બનેલ આ ડેમ માં ફકત એકવાર કાપ કાઢવામાં આવેલ ત્યાર બાદ સિંચાઈ વિભાગે તસ્દી ન લેતા ૩૫ ફૂટ નો ડેમ ફકત એવરેજ ૩ ફૂટ પાણી સંગ્રહ કરી શકે છે ૩૨ ફૂટ સુધી ના કામ્પ ને કારણે પાણી ની સંગ્રહ શકિત નામ માત્ર ની રહેવા પામી છે ડેમ ના વિસ્તાર ક્ષેત્ર માં પણ આજ પરિસ્થિતિ થઈ છે અને ૩ થી ૪ કિલોમીટર ના દાયરા માં કાપ ભરાઈ ગયો છે.

દ્રોણેશ્વર ના આ ડેમ માંથી ઉના તાલુકા અને ગિરગઢડા તાલુકા ના ગામો ને પિયત અને પીવાનું પાણી અપાય છે ઉનાળા માં ૨૨ થી વધુ ગામો માં કેનલો દ્વારા પાણી અપાય છે તો આખું વર્ષ ૩૦ થી વધુ ગામો ને પીવાના પાણી નું વિતરણ થાય છે ત્યારે આ ડેમ માંથી કાપ ને કાઢવામાં આવે તો પાણી ની સંગ્રહ શકિત ૪ ગણી વધી શકે છે અને આ કાપ છે તે ખેતર માટે સોના સમાન છે કેમ કે અતિ ફળદ્રુપ આ માટી ખેતરો માં નાખવામાં આવે તો ખેતરો ને નવજીવન મળે એમ છે અને ખાલી સિંચાઈ વિભાગ મંજૂરી આપે તો ખેડૂતો પોતાના સ્વખર્ચે આ કાપ લઈ જવા તૈયાર છે ત્યારે સરકાર ની યોજના સુજલામ સુફલામ નો પુરો લાભ આ તાલુકા ને મળે તે જરૂરી છે.

મદદનીશ ઈજનેર ને મળતા તેઓએ કયાંક અલગજ કહ્યું કે ગત વર્ષે કાંપ કાઢવા આવ્યો હતો પરંતુ આ વર્ષે પાણી વધુ હોવને કારણે કાંપ કાઢી નથી શકાયો પણ દ્રોણેશ્વર ડેમના પાછળના ભાગે થી હાલ કાંપ કઢાવાનું ચાલુ છે અને જેમ જેમ પાણી ખાલી થશે તેમ કાંપ કાઢવામાં આવશે.

(11:48 am IST)