Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભાણવડના પાછતરમાંથી ૩૩ લાખની ૬૫૫૦ મેટ્રીક ટન ખનિજ ચોરી ઝડપાઇ

ભાણવડ તા ૨૬ : ભાણવડના પાછતર ગામની સીમમાં આવેલ સર્વે નં.૨૩૦ની જમીનમાં બે જુદી જુદી જગ્યાએથી ચકરડીઓ વડે કોઇપણ જાતની પૂર્વ મંજુરી વગર ગેરકાયદેસર રીતે સફદ પથ્થર (લાઇમ સ્ટોન) નું ખનન કરી વાહનો મારફત પરિવહન કરી કુલ ૬૫૫૦ મેટ્રીક ટન, જેની કિં. રૂા ૩૩,૦૧,૬૩૩ની ખનીજ ચોરી કરેલ હોવાની ફરીયાદ પોરબંદર વન વિભાગના નાયબ સંરક્ષણ અધિકારી દિપકભાઇ પંડયાએ ભાણવડ પોલીસ મથકે નોંધાવતા, પોલિસ દ્વારા સ્થળ પર જઇ તપાસ કરતા ખાણમાંથી પથ્થર કાપવાની ચકરડીઓ નંય-૪, ટ્રેકટર ત્રણ તથા બે જનરેટર મળી કુલ રૂા ૩૩૦૧૬૩૩ નો મુદામાલ જપ્ત કરી તપાસમાં પાછતરડીના પુંજા હેતા તથા ગોગન રહે. પાછતર વાળાઓનું નામ ખુલતા પોલીસ દ્વારા બંને શખ્સો વિરૂધ્ધ ઉપરોકત ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૩.૯)

વરવાળામાં ૧૩ વર્ષના તરૂણે ગળાફાંસો ખાઇ લેતા મોત

દ્વારકાના વરવાળામાં મનજીવાળીમાં રહેતા રજાકભાઇ તૈયબભાઇ સોરઠીયા (મુસ્લીમ) નો પુત્ર અરમાન (ઉ.વ.ે૧૩) ના તરૂણે ગત સાંજના સમયે કોઇકારણસર ગળેાફાંસો ખાઇ લેતા મોત નિપજયું હતું. આ અંગે દ્વારકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(11:47 am IST)