Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

કચ્છના રાપરમાં વિધર્મી યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ

ધર્મપરિવર્તન કરવાની તૈયારીનો હિન્દુ આગેવાનો દ્વારા આક્ષેપ

ભુજ, તા.૨૭: ગત ૧૨ મી જૂને પોતાના વિધર્મી પ્રેમી સાથે નાસી છૂટનાર રાપરની યુવતીએ તેના પ્રેમી વિરુદ્ઘ લગ્નની લાલચ આપીને પોતાનું અપહરણ કરી બળાત્કાર ગુજારાયો હોવાની પોલીસ ફરિયાદ કરી છે.

 

રાપરના શાહરુખ રહીમ સોઢા વિરુદ્ઘ દીકરીને ભગાડી જવાની તેના માવીત્રો એ ફરિયાદ કર્યા બાદ પોલીસે આ પ્રેમી યુગલને ઝડપી લીધા હતા. તે દરમ્યાન યુવતીએ પોતાના માવીત્રો પાસે જવાની ઇચ્છા વ્યકત કરતા શાહરૂખે કોર્ટ માંથી યુવતીને પરત મેળવવા સર્ચ વોરંટ કઢાવ્યું હતું. કોર્ટ દ્વારા યુવતી અને તેના પરિવારને હાજર થવા સમન્સ પાઠવાયું હતું.

કોર્ટમાં હાજર થયા બાદ યુવતીએ પોતાના માવીત્રે રહેવા જવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ શાહરુખ સોઢા વિરુદ્ઘ અપહરણ, દુષ્કર્મ અને તેના બનેવી યુનુસ હિંગોરજા, હારુન આયુબ હિંગોરજા વિરુદ્ઘ મદદગારીની ફરિયાદ કરી છે. રાપર બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, યુવતીનું ધર્મ પરિવર્તન કરવી લગ્ન કરવાની લાલચ અપાઈ હતી. તેમ જ તેની પાસેથી બળજબરીપૂર્વક મૈત્રીકરાર માં સહી કરાવીને બળાત્કાર ગુજારાયો હતો.

(11:45 am IST)