Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

યુપી અને ગુજરાત એટીએસ દ્વારા દેશદ્રોહી પ્રવૃત્તિની શંકાના આધારે કચ્છના યુવાનોને ઉઠાવતા ચકચાર-ભુજમાં પૂછપરછ

ભુજ,તા. ર૭ :  ઉત્ત્।રપ્રદેશ એટીએસની ટીમે છેલ્લા બે દિવસથી કચ્છમાં ધામા નાખીને બે યુવાનોની શરૂ કરેલી પૂછપરછે ચકચાર સર્જી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્ત્।રપ્રદેશ એટીએસની ટીમે ગુજરાત એટીએસની મદદ લઈને પશ્યિમ કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના બાલાસર ગામના યુવાનને ઉઠાવીને તેની પૂછપરછ કરતા તેના મોબાઈલ ફોનના આધારે નખત્રાણાના અન્ય યુવાનને પણ ઉઠાવાયો હતો. દરમ્યાન જાણવા મળતી વિગતો અનુસાર અબડાસા અને નખત્રાણાના આ બન્ને યુવાનોને દેશદ્રોહી પ્રવૃત્ત્િ।ઓની શંકાના આધારે ઉઠાવીને યુપી એમ જ ગુજરાત એ બન્ને રાજયોની એટીએસ ટીમ દ્વારા ભુજની ડીએસપી કચેરીમાં પૂછપરછ કરાઈ રહી છે.

જોકે, આ મામલે કોઇ સતાવાર માહિતી અપાઈ નથી પણ જાણવા મળતી વિગતો મુજબ આ બન્ને યુવાનોના મોબાઈલ ફોનમાં મળેલી વિગતો અને યુપીના શકમંદ શખ્સો સાથેના તેમના મોબાઈલ મેસેજને આધારે તેમને એટીએસે ઉઠાવ્યા છે.

જોકે, અબડાસાના બાલાસર ગામનો યુવાન અગાઉ પણ શકના દાયરામાં રહી ચુકયો છે. પશ્યિમ કચ્છ એસઓજીએ એટીએસ દ્વારા બન્ને શકમંદ યુવાનોની પૂછપરછ ચાલી રહી હોવાની વાતને સમર્થન અપાયું છે.

(11:44 am IST)