Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

એનડીઆરએફ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી માટે તાલીમબદ્ઘ કરાયા

આદિપુર-ગાંધીધામની શાળા/કોલેજમાં રાહત બચાવ કામગીરીનું નિદર્શન અપાયું

ભુજ, તા.૨૭: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા કુદરતી અને માનવસર્જિત આફતોમાં કોમ્યુનિટી અવેરનેશ અને કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામ અંતર્ગત તોલાણી પોલીટેકની૪ ક કોલેજ તેમજ શ્રી આર.પી. પટેલ વિદ્યાલય, આદિપુર-ગાંધીધામના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને બચાવ અને રાહત કામગીરીની તાલીમ આપવામાં આવી હતી.

કચ્છ કલેકટરના નિર્દેશાનુસાર એનડીઆરએફની ૦૬ બટાલીયનના કમાન્ડન્ટ રાકેશસિંહ તેમજસહાયક કમાન્ડન્ટ ધર્મવીરસિંહની ૩૦ સદસ્યોવાળી ટીમે વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને ભૂકંપ, આગ, વાવાઝોડા કે અન્ય કોઇ કુદરતી કે માનવસર્જિત આફત દરમિયાનરાહત અને બચાવની કામગીરી અંગે વિસ્તૃત નિદર્શન આપી વિદ્યાર્થીઓને તે અંગેનુંમાર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાહત અને કામગીરી દરમિયાન જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નિદર્શન કરી બતાવવામાં આવ્યું હતું.

તોલાણી પોલીટેકનીક કોલેજના પ્રિન્સીપાલ જી.કે. રાઠોડ અને સ્ટાફ૩૪ સભ્યો સહિત ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓએ એનડીઆરએફ દ્વારા ચલાવાયેલા પ્રોગ્રામમાં ભાગ લીધો હતો તેમજશ્રી આર.પી. પટેલ વિદ્યાલયના આચાર્ય પ્રજ્ઞેશ પી. દવે અને સ્ટાફ સહિત ૨૧ તથા ૨૯૪ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓએ ભાગ લઇને આપત્ત્િ। વ્યવસ્થાપનની તાલીમમાં ભાગ લીધો હતો તેમ ડિઝાસ્ટર મામલતદાર વિજય પ્રજાપતિએ જણાવ્યું હતું.

નાની બચતના એજન્ટો જોગ

ભુજઃ કચ્છ જિલ્લા નાની બચત યોજનાનાં મહિલા એજન્ટોને જણાવવામાં આવે છે કે, નિયામક, નાની બચત, અમદાવાદ તરફથી મર્યાદિત જથ્થામાં એસલાસ-૫ કાર્ડ ફાળવવામાં આવેલ છે. જેથી હાલે સોમવાર તથા મંગળવારના અત્રેની કચેરીએથી એજન્ટને ૧૦ નવા કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. કાર્ડ લેવા આવનાર એજન્ટે વપરાયેલ કાર્ડ જમા કરાવવાના રહેશે તેવું ખાસ મામલતદાર (ઈનામ) કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.

(11:43 am IST)