Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બાંટવા પાલિકામાં પ્રમુખ રામભાઇ ગરચર ચૂંટાયા

માણાવદર, તા. ર૭ : બાંટવા નગરપાલિકામાં અધિનિયમની-૧૯૬૩ની કલમ ૩૩(૧) મુજબ પાલિકાના પ્મુખના હોદ્દાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયેલ. અઢી વર્ષની નક્કી થયેલ છે, પરંતુ પાલિકા પ્રમુખની મધ્યસત્ર ચૂંટણી થયેલ હોવાથી પ્રમુખની પ્રથમ સત્રની બાકી મુદત રોસ્ટર પોઇન્ટ ક્રમાંક-ર મુજબ પછાત વર્ગના ઉમેદવારને પ્રમુખ તરીકે ચૂંટવાના રહે છે તેથી શ્રી જોષીની અધ્યક્ષતામાં બાંટવા પાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાય હતી જેમાં ર૪ સભ્યો હાજર હતાં.

પ્રમુખ તરીકે ચૂંટાવા માટે જીવાભાઇ કોડીયાતર તરફથી રામભાઇ સેજાભાઇ ગરચરના નામની દરખાસ્ત કરવામાં આવેલ. તેને કનુભાઇ સોલંકીએ ટેકો આપેલ. બીજી કોઇ દરખાસ્ત રજૂ થયેલ નહોતી. જેમાં ર૦ સભ્યો તરફેણમાં મતદાન કર્યું ત્થા ૪ સભ્યોએ મતદાન કરેલ નહોતું તેથી ચૂંટાયેલ જાહેર કરેલ હતાં. ચીફ ઓફીસર દેવીબેન ચાવડા નવા પ્રમુખશ્રીને સ્વાગત કરેલ.

(11:37 am IST)