Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોરબીમાં આપ દ્વારા અનોખો વિરોધ

આમ આદમી પાર્ટીમોરબી દ્વારા શહેરની ઐેતિહાસિક ધરોહર પાસે અને મુખ્યમાર્ગો પરના ઉકરડાઓ મામલે પાલિકા તંત્રનો કાન આમળ્યો હતો અને સમયાન્તરે રજૂઆત કરીને ઉકરડાઓ દુર કરી નગરજનોને સુવિધા આપવાની માંગ કરી હતી જોકે મોરબી નગરપાલિકા તંત્ર પોતાના નીમ્ભર હોવાની છાપ છોડવા માંગતું ના હોય અને રજુઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હતી જેને પગલે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા તંત્રને નીમ્ભર તંત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આપ નેતા પરેશભાઈ પારીઆની આગેવાની હેઠળ આગેવાનોએ આજે પાલિકાના સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજાને નીમ્ભર તંત્રનો એવોર્ડ આપ્યો હતો અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.તે તસ્વીર.

(11:36 am IST)