Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજુલામાં વિકટર ગામે રાષ્ટ્રીય ગ્રામસ્વરાજ અભિયાન તાલીમ યોજાઇ

રાજુલાઃતા.૨૭, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગામના સરપંચ/ ઉપસરપંચ/ સભ્યશ્રી/ તલાટી કમમંત્રીશ્રી અને જીપીડીપીડી ના સભ્યોશ્રીઓ તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળીના પ્રમુખ અને સભ્યશ્રીઓેને ગ્રામ પંચાયત વિકાસ પ્રબંધન વિષય પર એક તાલીમ કાર્યક્રમ યોજાયેલ હતો. આ તાલીમ એનજીઓ ગુજરાત એસોસીએશન ફોર રૂરલ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ દ્વારા આપવામાં આવેલી હતી. આ તાલીમનું આયોજન રાજુલા તાલુકા વિકાસ અધિકારીશ્રી ના નેજા હેઠળ ''સર્મપણ'' હોટલ વિકટર મુકામે રાખવામાં આવેલ હતુ.

જેમાં તાલુકા પંચાયતના સર્કલ હર્ષદભાઇ દવે તથા પીપાવાવ ગામના સરપંચ ભાણાભાઇ, કુડીયાળીના અગ્રણી જીલુભાઇ, કથીવદરના સરપંચ અરજણભાઇ તથા વિવિધ ગામોના સરપંચો તાલીમ લીધેલ હતી.

(11:33 am IST)