Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સુરેન્દ્રનગર વઢવાણમાં બનતી ઘટનાઓ ઉપર ૨૫૦ કેમેરાઓ બાજ નજર રાખશે

વઢવાણ તા. ૨૭  : રાજય સરકાર દ્વારા વર્તમાન સમયે સેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત ગુજરાતના ૨૬ શહેરોનો સમાવેશ કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર શહેરને પણ આ યોજનામાં આવરી લેવાયું છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં રૂા ૧૮ કરોડના ખર્ચે જુદા જુદા ૫૧ પોઇન્ટ ઉપર ૨૫૭ કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. જે સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં ખાસ કરીને મેકસન સર્કલ, ઉપાસના સર્કલ, આંબેડકર ચોક, ગેબનશાપીર દરગાહ, ભકિતનંદન સર્કલ, ગણપતિ ફાટસર, અંબા મિકેનીક ચોક, પતરાવાળી ચોક, ટાવર ચોક, જવાહર ચોક, હેન્ડલૂમ ચોક, કુંથુનાથ દેરાસર ચોક, ટી.બી. હોસ્પિટલ રોડ, રતનપર ઢાળ, વાડીલાલ ચોક, ખીજડીયા હનુમાન રોડ, રિવરફ્રન્ટ સહિત શહેરના મહત્વના ૫૧ સ્થળો ઉપર ૨૫૭ આધુનિક કેમેરા લગાવવામાં આવ્યા છે.

આ કેમેરાઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો તીસરી આંખની નજરે ચડશે તો જવાબદાર શખ્સોના ઘેર ઇમેમો પહોંચશે. આ ઉપરાંત વાહન ચાલકોને. દંડની રકમ ભરવા માટે તીસરી આંખ લાલ આંખ સમાન છે. ખાસ કરીને રસ્તા પરથી પસાર થતા વાહનના ચાલકે હેલ્મેટ, સીટ બેલ્ટ, ત્રણ સવારી, ઓવરલોડ સહિતના નિયમોનો ભંગ કરનાર શખ્સોને ઘરે ઇમેમો આપવાની શરૂઆત થઇ ચુકી છે

(11:33 am IST)