Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગોંડલના દેરડીકુંભાજીના જીવદયાપ્રેમી દિપક પદમાણીનું અપહરણ કરી ૬ શખ્સોનો હુમલો

મોટીખીલોરી પાસે રીક્ષામાં તાલપત્રી ઢાંકી મુંગા પશુઓને કત્લખાને લઇ જવાતા હોય અટકાવતા તૂટી પડયાઃ દિપક હોસ્પીટલમાં

 ગોંડલ તા.ર૭ :  ગોંડલ તાલુકાના મોટી ખીલોરી થી મેતા ખંભાળીયા જતા રોડ પર દેરડીકુંભાજીના જીવદયા પ્રેમી યુવાનનું કેટલાક શખ્સોએ અપહરણ કરી વાસાવડ લઈ જઈ ઢોરમાર મારતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના દેરડીકુંભાજી ગામે રહેતા દિપક ગોબરભાઇ પદમાણી (ઉંમર વર્ષ ૩૧) મોટી ખીલોરી થી મેતા ખંભાળિયા રોડ પર પસાર થઈ રહ્યા હોય છકડા રીક્ષા પર શંકા જતા તેને અટકાવતા અને તેમાં નજર કરતાં મુંગા પશુઓને ક્રૂરતાથી બાંધવામાં આવ્યા હોવાનું જણાતા રિક્ષાચાલકને અટકાવવાની કોશિશ કરી હતી જેમાં ઝદ્યડો થતાં રિક્ષાચાલક રફીક મામદ ખાટકી, સબીર ખાટકી, કાદર ખાટકી, આદમ ખાટકી તેમજ બે અજાણ્યા શખ્સોએ અપહરણ કરી વાસાવડ લઇ જઈ ઢોર માર મારતા ગંભીર ઇજા થવા પામી હતી. બાદમાં સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં દિપક પદમાણી દ્વારા ઉપરોકત આરોપીઓ વિરુદ્ઘ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા પીએસઆઇ અજયસિંહ જાડેજાએ આરોપીઓ વિરુદ્ઘ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૬૫, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

(11:26 am IST)