Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભાવનગરમાં શેઠ પરિવાર દ્વારા ૧૭૦૦ ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ

ભાવનગર, તા. ર૭ : શહેરમાં શ્રમિક પરિવારોના ગરીબ બાળકોને તાલીમ આપતા શિક્ષકો પોતાની નિજી ફરજ ઉપરાંત સમાજ પ્રત્યે જવાબદારી બંને તેવા પૂર્ણય ઉદેશ સાથે ભાવનગરની શિશુ વિહાર દ્વારા સતત ૧૦મા વર્ષે શેઠ પરિવારના સહયોગથી નગરપાલિકાના શિક્ષકોએ પસંદ કરેલ વર્ગ દીઠ બે-બે બાળકોને શાળાઓ શરૂ થતાં શિશુ વિહાર સંસ્થામાંથી સ્કૂલ બેગ કંપાસ સેટ પ-પ નોટબુક વોટરબેગ તથા સ્કૂલ શૂઝ વિતરણ કરાયા.

બાળકોના પિતા રસ દાખવતા નથી તેવા માતાના પુરૂષાર્થથી શિક્ષણ લેતા બાળકોના વિકાસની મુખ્ય ધારાથી વંચિત ન રહે તે માટે પ્રતિવર્ષ દાતાઓના સહકારથી શિશુ વિહાર સંસ્થા રૂપિયા ૭ લાખની શિક્ષણ સહાય નગરપાલિકાની શાળાના બાળકો સુધી પહોંચાડે છે.

શિક્ષકો પોતાના સામાજિક ઉતરદાયિત્વ તરીકે પસંદ કરેલ બાળકોના કુટુંબની મુલાકાત વર્ષમાં ત્રણથી પાંચ જતા ભાવનગર નગરપાલિકાના શિક્ષકોની કર્તવ્ય નિષ્ઠાની નોંધ ભુજ રાજકોટ બનાસકાંઠા, સુરત, જામનગર જિલ્લાએ નોંધ લઇ શિક્ષણ સહાયના કાર્યક્રમોને વિસ્તાર્યો છે.

જે ભાવનગર શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે.

શહેરની નગરપાલિકાના શિક્ષકોની સામાયિક ભાવનાને બિરદાવવા માટે એક કાર્યક્રમ પુનુરૂત્થાન વિદ્યાપીઠના કાર્યકારી કુલપતિ તથા ૪પ વર્ષથી સંપૂર્ણપણે શિક્ષણ કાર્યને સમર્પિત શ્રી ઇન્દુમતીબેન કાટધરેના માર્ગદર્શનથી યોજાનાર છે.

(9:46 am IST)