Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગીર સોમનાથના ઉનામાં વરસાદી ઝાપટા અમરેલીના લાઠીમાં પવન સાથે વરસાદ

ગીર સોમનાથનાં ઉના શહેર અને તાલુકામાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે..અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

 

અમરેલી જિલ્લામાં ફરીવાર મેઘરાજાનું આગમન થયુ. લાઠી નગરમાં વરસાદી માહોલમાં પવન સાથે વરસાદનુ આગમન થતાં લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ. વરસાદથી નગરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડુતોમાં આનંદ છવાયો હતો.

(7:26 pm IST)