Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બાબરામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ;અમરેલીમાં ત્રીજા દિવસે મેઘસવારી ;કાળુભાર નદીમાં નવા નીર

મેઘરાજાના અવિરત વહાલથી ખેડૂતોમાં ખુશીની લહેર

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘસવારી યથાવત  છે. બાબરા શહેરમાં બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે કાળુભાર નદીમાં નવા નીર આવ્યા છે

  . ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયુ છે. અમરેલી શહેરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદથી શહેરના રોડ-રસ્તા પાણીથી ભરાઇ ગયા હતા

 . શહેરીજનોમાં વરસાદનાં આગમનથી ખુશીની લહેર ફેલાઇ હતી. વરસાદી માહોલથી ગરમીમાં લોકોને અંશતઃ રાહત મળી હતી.

(8:56 am IST)