Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

હોર્ડિગ્સ, કિયોસ્ક ર્વોડની ટેન્ડરીંગ પ્રક્રિયા ગોટે ચઢી... જામનગર મનપાને વાર્ષિક લાખોનું નુકશાન

સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવ બાદ પણ મહેતા પબ્લીસીટીને બ્લેકલીસ્ટ કરી ૭૬ લાખની વસુલાત કેમ નહિ? શહેરીજનોનો સતાધિશોને અણિયારો સવાલ

વિવિધ સ્થળોએ રખાયેલા હોર્ડિગ્સ્ કિયોસ્ક બોર્ડ દર્શાય છે. (તસ્વીર.અહેવાલઃ મુકુન્દ બદિયાણી. જામનગર)

જામનગર, તા.૨૬: અહીંયા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોર્ડિગ્સ અને કિયોસ્ક બોર્ડ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોમાં યોગ્ય મુદાઓને અભાવે આ ટેન્ડરોમાં જાણે જામનગરની કોઇપણ પાર્ટી રસ દાખવતી ના હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

થોડા સમય પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના ઝોન પાડી અને તેમાં હોડિંગ્સ અને કિયોસ્ક બોર્ડ માટેના ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી દર્શન પબ્લીસીટીને બે ઝોનના ટેન્ડરો લાગ્યા હતા, પણ તેમાં પણ એક શબ્દ કરાર સમયે વધારી દેવામાં આવતા આ મામલો હાઇકોર્ટમાં છે. જયારે અન્ય ત્રણ ઝોનમાં કોઇપણ પાર્ટીએ રસ ના દાખવતા રીટેન્ડર કરવાની ફરજ પડી હતી.

બીજી વખત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે માત્ર હોર્ડીગ્સને લગત એક પાર્ટી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું જયારે કિયોસ્ક બોર્ડમાં કોઇ રસના દાખવતા મનપાના હાથ હેઠા પડી ગયા..

દરમિયાન જાગૃત નાગરિકોમાં તો એવી પણ ચર્ચા થઇ રહી છે કે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર   પાડયા બાદ વારંવાર રીટેન્ડર કરવા બાબતને લઇને હોડીંગ્સ બોર્ડ અને કિયોસ્કને લઇને મનપાને વાર્ષિક કરોડો રૂપિયાની રકમ ગુમાવવાનો વારો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

તો એવું પણ કહેવાયું છે કે  અગાઉ હોડીંગ્સનું ટેન્ડર રાખનાર મહેતા પબ્લીસીટી પાસે હોડીંગ્સ અને કિયોસ્ક બોર્ડના ભાડા અને પેન્લ્ટી પેટેની રૂ.૭૬ લાખની વસુલાત અંદાજે દોઢ વર્ષની બાકી ચાલી આવે છે તો સામાન્ફ અરજદારો પર શુરવીર બનતી મહાનગરપાલિકાને આ રકમ વસુલવામાં કોની શરમ નડે છે? મહેતા પબ્લીસીટીને બ્લેકલીસ્ટ કરવા માઠે એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટેન્ડીંગ કમીટીને દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી. જે બાદ કમીટીએ મામલે લીગલ અભિપ્રાય માંગ્યો હતો અને હવે જયારે સ્ટેન્ડીંગ કમીટીનો ઠરાવ થયા બાદ મહેતા પબ્લીસીટીને બ્લેકલીસ્ટ કરી અને તેની પાસેથી રૂ.૭૬ લાખની રકમ વસુલાત કરાશે..?

(11:50 am IST)