Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વેરાવળના સ્‍વામી લીલાશાહ બાગમાં સીંધી સમાજ દ્વારા સાંસ્‍કૃતિક સંગીત કાર્યક્રમ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૨૭ : વેરાવળના સ્‍વામી લીલાશાહ બાગ ખાતે અજમેરના લવી કમલ ભગતના સીંધી સમાજના સાંસ્‍કૃતિક સંગીત કાર્યક્રમનું આયોજન રવિવારે કરાયું હતું. જેમાં સાંજે ૮.૩૦ કલાકે સમુહ લંગર પ્રસાદ બાદ લવી ભગતના કાર્યક્રમનું આયોજન શ્રી ગુરૂનાનક સાહેબ કીર્તન મંડળીના સંયુકત ઉપક્રમે કરાયું હતું.

આ તકે ભગત લવી કમલ ભગતએ સીંધી સમાજના પારંપારીક રીતે પગમાં ધુધરૂ પહેરી પોતાના મધુર સ્‍વરથી સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. આખરે પલ્લવ સાહેબ અને આરતીથી  કાર્યક્રમની પુર્ણાહુતી થઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સીંધી સમાજના લોકો હાજર રહ્યા હતા

(1:48 pm IST)