Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સાણથલીની ૧૦૮ ટીમે પ્રસૂતાને ગાડીમાં ડીલેવરી કરાવી

આટકોટ,તા.૨૭ : જસદણ તાલુકાના આટકોટ થી ૧૫ કિલોમીટર દૂર સાણથલીની ૧૦૮ ની ટીમ દ્વારા નાના માંડવા ગામની સગર્ભા ને વધારે દુખાવો  ઉપડતા એમ્‍બ્‍યુલન્‍સ માં જ  સફળ ડિલિવરી કરાવી પડી. સાણથલી ગામની ૧૦૮ ની ટીમને પ્રસુતિનો કોલ મળતા ૧૦૮ની ટીમ  દોડી ગઈ હતી. આ બનાવ અંગે ૧૦૮ સ્‍ટાફ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સાણથલી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ના ઇએમટી મેહુલભાઈ દિહોરા અને પાયલોટ બીપીનભાઈ ભટ્ટ તુરંત દર્દીના ઘરે પહોંચી ગયા હતા અને સગર્ભાને લઈને હોસ્‍પિટલ જવા રવાના થયા હતાં અને રસ્‍તામાં જ સગર્ભાને પીડા ઉપડી જતા એમ્‍બ્‍યુલન્‍સ ને  રોકી દઈ સારવાર હાથ ધરી હતી બાદમાં ઇએમટી મેહુલભાઈ દેહોરાએ તાત્‍કાલિક ૧૦૮ હેડ ઓફિસ અમદાવાદના ઇ.આર. સી. પી.ના ડોક્‍ટર ભાવિક સર સાથે વાત ચીત કરીને   અને માહીતી લયને  એમ્‍બ્‍યુલન્‍સની અંદર જ સફળ પ્રસુતિ કરાવી હતી જેમાં સગર્ભા સંગીતાબેન મકવાણા ની સફળતાપૂર્વક એમ્‍બ્‍યુલન્‍સમાં ડીલેવરી થઈ હતી. માતા અને બાળકને નવજીવન મળ્‍યું હતું અને મહિલા પરિવારજનોમાં આનંદ છવાઈ ગયો હતો હાલ માતા અને બાળક બંને સીએસસી હોસ્‍પિટલ ગોંડલ ખાતે લઈ જવામાં આવ્‍યા છે અને બંને સુરક્ષિત છે.

(2:40 pm IST)