Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

શાપર-વેરાવળ પોલીસે ૬૯ બોટલ દારૂ સાથે હિતેષને ઝડપી લીધો

માલવાહક વાહન સહિત ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ,તા. ૧૭ : શાપર-વેરાવળ પોલીસ માલવાહક વાહનમાં દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ દારૂ તથા જુગારની બદી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને શાપર (વે.) પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. એસ.જે.રાણાની રાહબરી હેઠળ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકીકત મળેલ કે હીતેષ રામદાસભાઇ ગોંડલીયા રહે. વેરાવળ સર્વોદય સોસાયટી વાળા પોતાના હવાલા વાળુ ટાટા એસ વાહન રજી નં જીજે૩એડબલ્‍યુ ૭૧૨૮માં ઇગ્‍લીશ દારૂનો જથ્‍થા સાથે સોલાર ગ્રેનાઇટ કારખાનાના ગેઇટ સામે રાખેલ છે તેવી હકીકત આધારે રેઇડ કરી વાહનમાંથી ૬૯ બોટલ દારૂ સહિત કુલ કિં.રૂા.૧,૨૫,૮૫૦ ના મુદ્દામાલ સાથે હિતેષને ઝડપી લીધો હતો.આ કામગીરી શાપર-વેરાવળ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. આર.વી.ભીમાણી, પો.સબ.ઇન્‍સ. જી.એલ.ગજેરા, પો.હેડ કોન્‍સ. તુષારસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ જાડેજા, ઉપેન્‍દ્રસિંહ ગોહિલ, લગધીરસિંહ જાડેજા, પો.કોન્‍સ. પ્રવિણભાઇ મેસવાણીયા તથા દીગ્‍વીજયભાઇ મકવાણા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:37 pm IST)